ચોખા ની બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક બ્રેડ ટીન લઈ તેને ઘી થી યા તો તેલ થી ગ્રીસ કરી ને ગરમ કરવા મૂકવું. જે રીતે નીચે પિક્ચર માં બતાવિયું છે એ રીતે પાણી મૂક્યા વગર.પછી એક વાસણ લઈ ને તેમાં માપ મુજબ નું દહી લેવું ને તેને ફેટી લેવું. હવે એ ફેટેલા દહી માં માપ મુજબ નો લોટ ઉમેરવો.અનેલોટ ને દહી ને સરખું મિક્સ કરવું.
- 2
હવે તેમાં દૂધ ઉમેરવું ને ફરી બધું મિક્સ કરવું. પછી લોટ માં મીઠું અને ખાંડ ઉમેરવી.ને બધું ફરી મિક્સ કરી દેવું.
- 3
હવે લોટ માં ઇનો ઉમેરવો ને ફટાફટ એક જ બાજુ ચાલવું ને ગરમ કરેલા બ્રેડ ટીન માં મિશ્રણ ને પાથરી દેવું ને ઉપર થી થોડા તલ ભભરાવી ને તેને ઢાંકી ને ૧ કલાક માટે ધીરા તાપે બેક કરવી.
- 4
હવે જ્યારે ઉપર થી પણ બ્રાઉન કલરથવા આવે એટલે નીચે ઉતારી ને તેને ઠંડી પાડવા દેવી.પછી ઉપર ઘી લગાવી ને તેની પર એક ભીનું કપડું ઢાંકી ને ઓછામાં ઓછી એક કલાક માટે ઠંડી થવા દેવી.
- 5
ઠંડી થયા પછી ટીન થી અલગ જ થઈ ગઈ હસે એટલે તેને ડી મોલ્ડ કરતા આસાની રહેશે. તો ડી મોલડ કરી ને બ્રેડ ની સ્લાઈસ કરી ને મજ માંણો ચોખા ની બ્રેડ ની.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ