મોરૈયાની ટેસ્ટી ખિચડી
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ ૧/૨ કપ મોરૈયો(સામો) લઈ તેને સાફ કરી લો. ત્યારબાદ બટાટા ની જાણી કટકી કરી લો.
- 3
કૂકરમાં ૧ ટી બી એસ પી તેલ મૂકી તેમા રાઈ,જીરુ,હીંગ નાખી સમારેલા બટાટા નાખો.
- 4
ત્યારબાદ તેમા મીઠું,હળદર,આદુ મરચાની પેસ્ટ,મરચું,ધાણા જીરુ,ગરમ મસાલો નાખી ૧ ૧/૨ ગ્લાસ પાણી નાખી 2 વ્હીસલ થાય ત્યાં સુધી રાખો
- 5
ત્યારબાદ કૂકર ઠંડું થાય પછી તેમા મોરૈયો નાખી ૧ વ્હીસલ થવા દો
- 6
તરત જ કૂકરનું ઢાકણુ ખોલી મગફળી નો ભૂકો નાખો.જરુર પડે તો ગરમ મસાલો નાખો.
- 7
લીંબુ નાખીને સહેજ રહેવા દો
- 8
બસ તૈયાર છે આપણી ફરાળી અને પચવામાં ખૂબ જ સારી અને ટેસ્ટી ખિચડી
- 9
ગરમ ખિચડી ઉપર ફરાળી ચેવડો અને કોથમીર થી ગાર્નિશ કરી અને સર્વ કરો.
- 10
દહીં સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11958060


















ટિપ્પણીઓ