તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કણકી અને તુવેરની દાળ ભેગા કરી સારી રીતે ધોઈ અને 3 થી 4 કલાક પલાળી રાખવા પછી દહીં ગરમ કરી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું વેસર એકદમ પાતળું ના કરી દેવું. અને તેને છ થી સાત કલાક પલાળી રાખો.
- 2
પછી એક મોટા વાસણમાં અથવા સ્ટ્રીમરમાં પાણી મૂકી તેમાં ગ્રીસ કરેલી થાળી મુકવી. પછી ઢોકળા ના ખીરામાં 2 ચમચી ગરમ તેલ સ્વાદ પ્રમાણે મીઠું અને ઇનો નું પાઉચ નાખવુંઅને એકદમ એક જ બાજુ હલાવવું.
- 3
પાણી ઉકળે એટલે થાળીમાં ઢોકળા નું મિશ્રણ નાખો અને ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરવું.
- 4
પછી બહાર નીકળી કાપા પાડવા તેલમાં મેથી નો મસાલો નાખી સર્વ કરવું. જો ભાવે તો ઢોકળા ના ખીરા માં લીલા મરચા અને ઝીણી સમારેલી કોથમીર પણ નાખી શકાય.
- 5
પછી તેને પાંચથી સાત મિનિટ સુધી થવા દેવું ચપ્પુ નાખી ચેક કરી લેવું. જો ચપ્પા ઉપર ઢોકળું ચોંટે તો બે મિનિટ વધારે થવા દેવું
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827580








ટિપ્પણીઓ (2)