ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગુજરાતી થાળી
#ચતુર્થી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનું શાક બનાવાની રીત :સૌપ્રથમ કૂકરમાં ચણાને મીઠું નાખીને બાફી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું,હિંગ, મીઠો લીમડો અને ત્યારબાદ ટામેટું નાખો... ત્યારબાદ બધા સૂકા મસાલા ઉમેરી દો.. હવે તેમાં બાફેલા ચણા નાખી દો... હવે લીંબુનો રસ, મીઠું અને ખાંડ ઉમેરો.. હવે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો...ચણાનું શાક તૈયાર છે...
- 2
સુકીભાજી બનાવાની રીત :કડાઈમાં તેલ ગરમ તેમાં રાઈ, જીરું,હિંગ, મીઠો લીમડો, તલ અને ત્યારબાદ ટામેટું નાખો... ત્યારબાદ બધા સૂકા મસાલા ઉમેરી દો.. હવે તેમાં બાફેલા બટેટાનાં ટુકડા નાખી દો... હવે લીંબુનો રસ, મીઠું અને ખાંડ ઉમેરો..બધું સરસ મિક્સ કરી લો..આપણી સુકીભાજી તૈયાર છે.....
- 3
ગુજરાતી દાળ બનાવાની રીત :સૌપ્રથમ પહેલા કુકરમાં દાળને ધોઈને બરાબર સાફ કરીને બાફવા મૂકી દો.. તેમાં મીઠું અને સિંગદાણા ઉમેરીને ઢાંકણ ઢાંકી દો. ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો.હવે બફાયેલી દાળને જેરણીની મદદથી ક્રશ કરી લો.. તેમાં કાપેલું ટામેટું અને લીલા મરચું ઉમેરો.. કડછીમાં દાળ લઇ તેમાં હળદર અને લાલ મરચું નાખી દો. જ્યારે વઘાર કરીશુ ત્યારે આ કડછીની દાળ ઉમેરીશુ.. હવે કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ અને તમાલપત્ર અને સૂકા લાલ મરચાં એડ કરી દો..ત્યારબાદ કડછી વાળી દાળ નાખી દો..
- 4
એવુ કરવાથી દાળનો કલર એકદમ મસ્ત આવે છે.. હવે દાળમાં ઉભરો આવી જાય એટલે બાકીની દાળ પણ ઉમેરી દો.. હવે તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખી 5 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો.. ત્યારબાદ આપણી દાળ બિલકુલ તૈયાર છે...
- 5
જીરા રાઈસ બનાવાની રીત :બાસમતી ચોખાને પાણીમાં બાફી લો.. ત્યારબાદ તેને કાણા વાળા વાટકામાં નિતારી લો.. વઘાર માટે 1 ચમચી તેલ મૂકી તેમાં જીરૂં નાખી કાજુનાં ટુકડા નાખી થોડા ગોલ્ડન સેકી લો.. હવે તેમાં બાફેલા ચોખા ઉમેરી સૂકી દ્રાક્ષ નાખી મિક્સ કરી લો.. આપણા જીરા રાઈસ બિલકુલ તૈયાર છે...
- 6
મીઠું દહીં બનાવાની રીત :મોળા દહીંમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી સ્મૂથ બનાવી ફ્રિજમાં ઠંડુ કરી ઉપરથી પીસ્તાથી સજાવો...
- 7
પુરી બનાવાની રીત :લોટ લઇ તેમાં મોંણ, હળદર અને મીઠું નાખી લોટ બાંધી લો.. ત્યારબાદ 5 મિનિટ માટે ઢાંકીને રેવા દો.. પછી એમાંથી પૂરીઓ વણીને તેલમાં તળી લો.. આવી રીતે બધી પૂરીઓ બનાવી લો...
- 8
ચોકલેટ મોદક બનાવાની રીત :બિસ્કિટને મિક્સર જારમાં ક્રશ કરી લો.. ત્યારબાદ ચોકલેટને ડબલ બોઇલરની મદદથી મેલ્ટ કરી બિસ્કિટમાં મિક્સ કરી મિશ્રણ બનાવી મોદક તૈયાર કરી લો.. આવી જ રીતે બધા મોદક બનાવી લો...
- 9
હવે એક થાળીમાં બધી સામગ્રી મૂકી સાથે પાપડ મૂકી ગણપતિ બાપાની થાળી તૈયાર કરી ભોગ લગાવો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
-
-
કાઠીયાવાડી શનિવાર સ્પેશ્યલ થાળી
#એનિવર્સરી#વીક ૩# મેૈન કોર્સ#Post 1અમારા કાઠીયાવાડમાં મોટાભાગે શનિવારે બપોરે જમવામાં આ ડિશ બનતી હોય છે. ફૂલ ડીશ નું અર્થ થાય કે જે થાળીમાંથી આપણે જરૂર મુજબ બધા વિટામિન મળી રહે તો આ એક એવી છ ખૂબ હેલ્ધી અને આપને જરૂરિયાત મુજબના બધા વિટામિન મળી રહે તેવી ડિશ છે Bansi Kotecha -
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi
More Recipes
ટિપ્પણીઓ