દાબેલી ઢોકળા કેક

Bhumi Premlani
Bhumi Premlani @cook_17262524
Idar, Gujarat

#રસોઈનીરાણી
#તકનીક
#બાફવું
દાબેલી બધાની ફેવરેટ આઈટમ છે અને ઢોકળા પણ ગુજરાતીઓની ફેવરિટ આઇટમ છે. આ બંનેનું ફ્યુઝન મેં અહીંયા લીધું છે . સ્ટીમ તકનીક માટે આ રેસીપી બેસ્ટ છે. અમેઝિંગ ટેસ્ટ છે તો ફ્રેન્ડ એક વખત જરૂર ટ્રાય કરજો

દાબેલી ઢોકળા કેક

1 કમેન્ટ કરેલ છે

#રસોઈનીરાણી
#તકનીક
#બાફવું
દાબેલી બધાની ફેવરેટ આઈટમ છે અને ઢોકળા પણ ગુજરાતીઓની ફેવરિટ આઇટમ છે. આ બંનેનું ફ્યુઝન મેં અહીંયા લીધું છે . સ્ટીમ તકનીક માટે આ રેસીપી બેસ્ટ છે. અમેઝિંગ ટેસ્ટ છે તો ફ્રેન્ડ એક વખત જરૂર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાબેલીના મસાલા માટેની::::
  2. 100 ગ્રામદાબેલીનો મસાલો
  3. 50 ગ્રામલીલા ધાણા ઝીણા સમારેલા
  4. 3મોટા બટેટા બાફેલા
  5. 1વાટકી મોળી સેવ
  6. 1ડુંગળી ઝીણી સમારેલી
  7. 1દાડમ ના દાણા
  8. 1વાટકી તીખી મસાલા સીંગ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 2 ટેબલ સ્પૂનતેલ
  11. ઢોકળા માટેની સામગ્રી::
  12. 1 કપસોજી
  13. 1 કપદહી
  14. 1પેકેટ ઈનો
  15. જરૂર પૂરતું પાણી
  16. 1 ચમચીમીઠું
  17. ઢોકળાના વઘાર માટેની સામગ્રી:::
  18. 1 ચમચીરાઈ
  19. 8દસ મીઠા લીમડાના પાન
  20. 2 ટેબલ સ્પૂનજેટલું તેલ
  21. લીલી ચટણી માટેની સામગ્રી::::
  22. ચમચીઅડધી
  23. 1વાટકી મીઠા લીમડાના પાન
  24. 50 ગ્રામલીલા ધાણા
  25. 50 ગ્રામફુદીનો
  26. 2લીલા મરચાં
  27. 1શિમલા મરચું
  28. 1લીંબુનો રસ
  29. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલા ધાણા, ફુદીનો, મીઠા લીમડાના પાન, સીમલા મરચા,2 લીલા મરચાં,મીઠુ અને લીંબુ આ બધું મિક્સ કરી એક મિક્સર બાઉલ માં ક્રશ કરી લેવી અને લીલી ચટણી તૈયાર કરવી. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં સો ગ્રામ દાબેલીનો મસાલો ઉમેરો બે મિનિટ સાંતળો ધીમા તાપે અને પછી તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરો બરોબર મિક્સ કરી લો પછી તેમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં દાડમના, દાણા તીખી મસાલા સીંગ અને લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો. હવે ઢોકળાનું બેટર તૈયાર કરી લઈએ

  4. 4

    એક કપ સોજી અને 1 કપ દહીં એક વાટકામાં મિક્સ કરો અને જરૂર પૂરતું પાણી લઇ ઢોકળા નું ખીરુ તૈયાર કરો ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને પછી તેમાં એક પેકેટ ઈનો ઉમેરો. હવે આ બેટર માંથી એક વાટકી જેટલું ખીરુ જુદુ કાઢી લો અને તેમાં લીલી ચટણી ની ૩-4 ચમચી ઉમેરો. બરોબર મિક્સ કરી લો. આ રીતે લીલા કલરનું ખીરૂં તૈયાર છે

  5. 5

    હવે ઢોકળાની નાની પ્લેટમાં તેલ લગાવી ગ્રીસ કરો હવે તેમાં એક મોટો ચમચો સફેદ ખીરું પાથરો. અને હવે તેના ઉપર એક નાનો ચમચો લીલી ચટણી વાળું ખીરું પાથરો ફરીથી તેના ઉપર એક મોટો ચમચો સફેદ ખીરું પાથરો અને ફરીથી તેના ઉપર લીલુ ખીરૂં પાથરો. ઢોકળાની પ્લેટને વચ્ચે-વચ્ચે થોડું થપ થપાવતા રહો જેથી કરીને ખીરું બરોબર સ્પ્રેડ થાય

  6. 6

    આ રીતે ત્રણ થી ચાર વખત વારાફરથી વારા બંને કલરનું ખીરૂં પાથરો. હવે આ ઢોકળા ની સ્ટીમ કરવા મુકો. આ રીતે ઢોકળાની બે થાળી તૈયાર કરવી અને ઠંડી પડી જાય ત્યારે તેને પ્લેટમાં ઊંધી કાઢી લેવી

  7. 7

    હવે બંને ઢોકળા ની પ્લેટ ઉપર ઊંધા ભાગ ઉપર રાઈ જીરુ અને મીઠા લીમડાનો તેલ સાથે વઘાર કરો હવે ઢોકળા ની એક લેયર ની ઉપર દાબેલીનો મસાલો ધીમે ધીમે કરીને પાથરો. હવે તેની ઉપર દાડમના દાણા મૂકો

  8. 8

    ત્યારબાદ તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી તીખી મસાલા સિંગ અને ઝીણી મોડી સેવ ભભરાવો. હવે તેની ઉપર ઢોકળાની બીજી પ્લેટ સીધી સાઈડની મૂકો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે

  9. 9

    હવે એક પાઈપિંગ બેગમાં ટોમેટો સોસ ભરો અને તમારી મનગમતી ડિઝાઇન કરી કેકને ડેકોરેટ કરો દાડમ ના દાણા થી ગાર્નિશ કરો

  10. 10

    તો લ્યો તૈયાર છે આપણી દાબેલી ઢોકળા કેક.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Premlani
Bhumi Premlani @cook_17262524
પર
Idar, Gujarat
hello, I am Bhumi PremlaniI love to cook indian food in tasty way.my recepi method is easy to understand for one, who can make it easily in Thier kitchen.u can find my all recepi in my cooking channel.link given below:https://www.youtube.com/channel/UCbsIBstTLkwIz_-4aSENysw
વધુ વાંચો

Similar Recipes