ચણા મેથી નું અથાણું

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકાચી કેરી ના ટુકડાં
  2. 250 ગ્રામમેથી નો મસાલો
  3. 250 ગ્રામતેલ
  4. 100 ગ્રામદેશી ચણા
  5. 100 ગ્રામમેથી
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી,મેથી,ચણા આ બઘું બે- ત્રણ વખત પાણી થી ધોઈ નાખો.કેરી ને હળદર- મીઠું નાખી ને પલાળૉ. ચણા મેથી ને સાદા પાણી મા અલગ અલગ પલાળૉ. આ બધા ને 6 થી 7 કલાક પલાળી રાખો.કેરી ના ટુકડાં ને કપડાં પર 12 થી 15 કલાક સુધી સુકાવા દૉ.

  2. 2

    પછી કેરી ના ખાટા પાણી મા ચણા મેથી ને પલાળૉ.6થી 7 કલાક પલાળી રાખો.પછી ચણા મેથી અને કેરી ના ટૂકડા બધુ બરાબર મિક્સ કરી લો.હવે એક તપેલી તેલ ગરમ કરો.તેલ ને ઠંડુ થવા દો.પછી રામદેવ નો મેથી નો મસાલો, કેરી ના ટુકડાં,મેથી, ચણા અને તેલ બઘું મિક્સ કરીને તપેલી માં રહેવા દો.2 દિવસ પછી કાચ ની બરણી માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes