રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1/2 કપસોજી
  2. તેલ 3 ટે સ્પૂન
  3. 1 ટી સ્પૂનરાય
  4. 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  5. 1 ટી સ્પૂનચણા ની દાળ
  6. સમારેલા લીલા મરચાં 3 નંગ
  7. 10-12મીઠી લીમડીના પાન
  8. 2મીડીયમ સાઈઝ ની સમારેલી ડુંગળી
  9. 1ટે સ્પૂન સમારેેલુુ ગાજર
  10. 1મીડીયમ સાઈઝ નું સમારેલું ટામેટું
  11. ગરમ પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાય નાખી ફૂટવા દો. ત્યારબાદ તેમાં અડદ ની દાળ,ચણાની દાળ નાંખી થોડી સંતળાવા દો. ત્યારબાદ તેમાં લીલા મરચાં અને મીઠી લીમડીના પાન નાખી તેને થોડા સાંતળી લો.

  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી,ગાજર અને કેપ્સિકમ નાખી થોડું સાંતળી તેમાં સોજી નાખી સોજીને પણ થોડીવાર શેકી લો.હવે તેમાં ટામેટાં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું સરખું મિક્સ કરી તેમાં ગરમ પાણી ઉમેરી ઉપમા બધું પાણી શોષી લે અને પરફેક્ટ ચઢી જાય ત્યાં સુધી ઉપમા કુક કરો.

  3. 3

    હવે તૈયાર કરેલા ઉપમાને એક સર્વિંગ ડીશ માં લઇ મીઠી લીમડીની ડાળખી અને ટામેટાં ના ફૂલ થી ગાર્નીશ કરી ઉપમા સર્વ કરો.તો તૈયાર છે ઝટપટ બનતો બ્રેકફાસ્ટ ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakesh Prajapati's Kitchen
પર

ટિપ્પણીઓ

Similar Recipes