સ્ટફ્ડ પરવળ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#સ્ટફ્ડ
#એકદમ મસાલેદાર ડીશ...

શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ૧/૪ કપ સીંગદાણા
  3. ૨ મોટી ચમચી તલ
  4. ૨ મોટી ચમચી ખસખસ
  5. ૧/૨ નાની ચમચી ચણાનો લોટ
  6. ૧/૪ કપ કોથમીર
  7. ૧ મોટી ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. ૧ નાની ચમચી આદુ લસણની પેસ્ટ
  9. ૧/૪ નાની ચમચી હળદર
  10. ૧/૨ નાની ચમચી લાલ મરચાં ની ભૂકી
  11. ૩ મોટી ચમચી ધાણા જીરું પાવડર
  12. ૧/૨ નાની ચમચી ખાંડ
  13. ૧ નાની ચમચી મીઠું
  14. ૧/૮ નાની ચમચી લીંબુના ફૂલ
  15. ૩ મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પરવળને છોલીને ધોઈ લેવા. પછી તેનાં બે ભાગ કરી લેવા. ત્યારબાદ તેમાંથી બી કાઢીને અલગ મૂકી દેવા.

  2. 2

    એક મિક્સરના કપમાં પરવળના બી, સીંગદાણા અને તલને વાટી લેવા. જરૂર લાગે તો ૧ ચમચી પાણી ઉમેરવું.

  3. 3

    એક બાઉલમાં વાટેલી પેસ્ટ, ખસખસ, કોથમીર, ચણાનો લોટ, લીલાં મરચાં ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, બધા સૂકા મસાલા, ખાંડ, લીંબુના ફૂલ, મીઠું અને ૧ મોટી ચમચી તેલ લેવું. બધું બરાબર મિક્ષ કરી લેવું. તૈયાર છે સ્ટફિંગ.

  4. 4

    તૈયાર સ્ટફિંગને પરવળમાં ભરી લેવું.

  5. 5

    એક નોનસ્ટિક પેણીમાં તેલ લેવું. પછી ભરેલા પરવળને તેમાં ગોઠવી દેવા. પેણીને ઢાંકીને ધીમા ગેસ પર ૧૫ થી ૨૦ થવા દેવા. વરચે વરચે હલાવતા રહેવું.

  6. 6

    પરવળ બરાબર ચઢી જાય પછી કોથમીરથી સજાવીને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes