ગુજરાતી કઢી (મૈન કૉર્સ)

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

શેર કરો

ઘટકો

10 થી 12 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500એમ.એલ. મીડીયમ ખાટી છાશ
  2. 4નંગ લીલા મરચાં
  3. 1 ઇંચઆદુનો ટુકડો
  4. મીઠી લીમડીના પાન જરૂર મુજબ
  5. બેસન 2 ટે સ્પૂન
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ઘી 3 ટે સ્પૂન
  8. 1 ટી સ્પૂનજીરું
  9. સૂકું લાલ મરચું 1 નંગ
  10. લવિંગ 3 નંગ
  11. ખાંડ 1 ટે સ્પૂન (જરૂર મુજબ)
  12. સમારેલા લીલા ધાણા 1 ટે સ્પૂન

રાંધવાની સૂચનાઓ

10 થી 12 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક ખાયણી માં લીલા મરચાં, આદું અને મીઠી લીમડીના પાન લઈ ખાંડી લઈશું.

  2. 2

    હવે આપણે છાશમાં સ્વાદ મુજબ મીઠું ચણાનો લોઠ ઉમેરીશું.અને તેને વલોણી ની મદદ થી વલોવી લઈશું.છાશ અને ચણા ના લોઠ નું મિશ્રણ વલોવાઈ જાય પછી તેમાં આપણે વાટેલા આદું,મરચાં અને લીમડીના પાન ની પેસ્ટ ઉમેરીશું.અને તેને છાશના મિશ્રણમાં મિક્સ કરી લઈશું.

  3. 3

    હવે એક કઢાઈમાં ઘી લઈ તેમાં જીરું લવિંગ સૂકા લાલ મરચાં અને લીમડીના પાનનો વઘાર કરીશું.

  4. 4

    હવે વઘાર બરાબર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં છાશનું મિશ્રણ ઉમેરી કઢી વઘારી દઈશું.હવે તેમાં ખાંડ નાંખી કઢીને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી કુક કરીશું.

  5. 5

    હવે 2 થી 3 ઉભરા આવી જાય પછી ગેસ બંધ કરી તેમાં લીલા ધાણા નાખી કઢીને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.તો તૈયાર છે ગુજરાતી કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rakesh Prajapati's Kitchen
પર

Similar Recipes