માવા કચોરી

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648

#ANNIVERSARY
#WEEK 4
#DESSERT
આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.....

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1વાડકી માવો
  2. 2ચમચી કાજુ ની કતરણ
  3. 2ચમચી બદામ ની કતરણ
  4. 2ચમચી પિસ્તા ની કતરણ
  5. 2ચમચી કોપરાનું છીણ
  6. સ્વાદ મુજબ એલચી પાવડર
  7. 2વાડકી ખાંડ
  8. 10..15 કેસર ના તાંતણા
  9. 1/2ચમચી જાયફળ નો ભૂકો
  10. 3વાડકી મેંદા નો લોટ
  11. જરૂર મુજબ ઘી
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં મેંદો લઈ એમાં મુઠ્ઠી પડતું ઘી નું મોણ નાખી નવશેકા પાણી થી લોટ બાંધો અને ઢાંકીને 10 મિનિટ મૂકી રાખો

  2. 2

    એક તપેલી માં ખાંડ લેવી અને ખાંડ ડૂબે એટલું પાણી રેડી ધીમા તાપે ખાંડ ઓગળો... ખાંડ ઓગળે એટલે એમાં જાયફળ અને એલચી નો ભૂકો નાખી કેસર ના તાંતણા નાખી ઉકાળો. ચાસણી ઘટ્ટ બને એટલે ગૅસ બન્ધ કરો.

  3. 3

    હવે એક કડાઈ માં સહેજ ઘી, માવો, સૂકા મેવા ની કતરણ, એલચી જાયફળ નો ભૂકો, કોપરાનું છીણ નાખી ધીમા તાપે 5..7 મિનિટ શેકો. ઠંડુ કરો.

  4. 4

    હવે લોટ માંથી લુઓ બનાવી એમાં સ્ટફિંગ ભરો અને કચોરી નો આકાર આપો. અને ઘી માં તળી લો. હવે કચોરી ઠંડી થાય એટલે એમાં બનાવેલી ચાસણી રેડી ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો.....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648
પર
'ગૃહિણી'....હોવાનો મને ખૂબ જ ગર્વ છે...
વધુ વાંચો

Similar Recipes