હોટેલ સ્ટાઇલ ક્રિમી ટોમેટો સૂપ

Maunirya - Love This Life The Foodie's Dynamite
Maunirya - Love This Life The Foodie's Dynamite @cook_22357843
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૩ કપ અમુલ બટર
  2. ૧/૨ ટીસ્પૂન આદું
  3. ૧/૨ ટીસ્પૂન લસણ
  4. 5ટામેટાં
  5. 2 ગ્લાસપાણી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ટીસ્પૂનખાંડ
  8. 1 ટેબલ સ્પૂનટામેટાંનો સોસ
  9. 1 ટેબલ સ્પૂનમકાઈનો લોટ (Corn Flour)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ સામગ્રી તૈયાર કરવી. ટામેટાં બરાબર ધોઈ ને લેવાં.

  2. 2

    ટામેટાંને બરાબર રીતે છીણી લો.

  3. 3

    એક લોયામાં બટર લેવું અને એ પીગળે એ પેલાં આદું-લસણ ની પેસ્ટ ઉમેરવી.પછી કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી શેકવું. ત્યારબાદ ટામેટાં ઉમેરવાં.

  4. 4

    એ પછી ફૂલ ગેસ રાખીને ટામેટાં ને થોડા ચડવા દઈશું. ટામેટાં થોડા ચડી જાય પછી તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીશું. ટામેટાં થોડા પાકી જાય એટલે ખાંડ ઉમેરીશું.

  5. 5

    ટામેટાં સાવ ગળી જાય પછી ૨૦૦ ml પાણી ઉમેરીશું. એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળીશું. ત્યારબાદ એક ગરણીની મદદથી એક તપેલીમાં સૂપ ગાળી લઈશું.

  6. 6

    ટામેટાંનો કુચ્ચો જવા દઈશું અને ત્યાર બાદ પાછું ગેસ પર ઉકાળવાં મુકીશું. ગેસની ફ્લેમ મોટી જ રાખવી. થોડું ઉકળવાની શરૂઆત થાય એ પછી ટામેટાંનો સોસ ઉમેરવો.

  7. 7

    એ પછી મકાઈના લોટમાં(Corn flour) ૨ ચમચી પાણી ઉમેરી ઢીલી પેસ્ટ બનાવી લેવાની. અને ઉકળતા સૂપમાં ઉમેરી દેવાની. ત્યારબાદ ૫ મિનિટ સુધી સૂપને ઉકાળવું.

  8. 8

    સૂપને એક બાઉલમાં કાઢી ઉપરથી મલાઈ અને કોથમીરથી ગાર્નિશ કરવું. હોટેલ જેવો ક્રીમી ટમેટો સૂપ તૈયાર થઇ ગયો છે. તમારા ઘરે જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maunirya - Love This Life The Foodie's Dynamite
પર
અમદાવાદ
હું ખૂબ જ નવી નવી રેસિપીઓ ટ્રાય કરતી રહેતી હોવ છું.મારી એક youtube ચેનલ પણ છે આ જ નામથી.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes