રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકાને મેશ કરીને તેમાં ખાંડ, સમારેલા લીલાં મરચાં, સમારેલો ફૂદીનો, લીંબુનાં ફૂલ, હળદર, મીઠું ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 2
ઘઉંના લોટને ચાળીને તેમાં મીઠું તથા પાણી ઉમેરી રોટલીનો લોટ બાંધો અને તેમાંથી લુઆ તૈયાર કરો.
- 3
લુઆને અટામણ લઈને વણો તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ બે ચમચી ભરો અને પોટલી વાળો તેને દબાવીને હળવા હાથે પરોઠા વણી લો.
- 4
એક તવા પર તેલ મૂકી તૈયાર આલુ ફૂદીના પરોઠાને બંને બાજુ બદામી ડોટ્સ પડે તેમ શેકો અને તેને ગરમાગરમ સર્વ કરો. આ પરોઠામાં ફૂદીનાનાં લીધે ખૂબ જ સરસ સ્વાદ આવે છે.
Similar Recipes
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
ફૂદીના પરોઠા
#પરાઠાથેપલાફૂદીનામાં વિટામિન A સારા પ્રમાણમાં રહેલું છે, જે શરીરમાટે ખૂબ ગુણકારી છે, તો આજે આપણે ફૂદીનાથી બનતા પરોઠા બનાવીશું જે સ્વાદમાં લાજવાબ બને છે. Nigam Thakkar Recipes -
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
આલુ કોથમીર પરોઠા
#પરાઠાથેપલાહવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફ્રેશ શાકભાજી પણ માર્કેટમાં મળતા થઈ ગયા છે. શિયાળો એ આખા વર્ષની તાજગી અને તંદુરસ્તી બનાવવા માટે શ્રેષ્ઠ સિઝન છે. દરેકનાં ઘરમાં વિવિધ પ્રકારના વસાણા, થેપલા અને સૂપ આ સિઝનમાં બનતા હોય છે. આજે હું બટાકા અને કોથમીરથી બનતા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે અને ડીનરમાં સૂપ સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
બેસનની ચટણી
#goldenapron3 week14ફરસાણની દુકાને સર્વ કરવામાં આવે તેવી સ્વાદિષ્ટ ચટણી. Nigam Thakkar Recipes -
-
ચટનીવાલે આલુ
#લીલીલીલા રંગનો ફિવર જોર પકડી રહ્યો છે અને મારા ઘરે ડાઈનીંગ ટેબલ આખું ગ્રીન વેજિટેબલ્સથી ભરાઈ ગયું છે એટલે ડાઈનીંગ ટેબલની હાલત જોઈને દેવદાસ ફિલ્મનું આ ગીત યાદ આવી રહ્યું છે.हमपे ये किसने हरा रंग डालाख़ुशी ने हमारी हमें मार डालाहमे मार डाला, हमे मार डाला, हमे...આજે એક ઈન્સ્ટન્ટ ગ્રીન રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેને બ્રેકફાસ્ટમાં બ્રેડ કે રોટલી સાથે ખાઈ શકાય છે. આપણે બધાએ સ્ટ્રીટ ફૂડ તરીકે મળતા ભૂંગળા બટાકા તો ખાધા જ હશે તો આ વાનગીને ભૂંગળા સાથે પણ ખાઈ શકાય છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1# dry alu palak sabji Krishna Dholakia -
-
-
મસાલેદાર ચોળાફળી વિથ આઈસ ચટણી
#સ્ટ્રીટઆજે હું જે રેસીપી પોસ્ટ કરું છું એ પારંપારિક તો છે સાથે-સાથે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. જે આપણા બધાનાં ઘરે દિવાળીમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ એવા ઘણા લોકો છે જે રેગ્યુલરમાં પણ ખાવાના શોખીન હોય છે. જેનું નામ છે ચોળાફળી. અહીંયા અમદાવાદમાં તેમજ બીજા ગામ-શહેરોમાં કાચવાળી લારીમાં વાંસનાં ટોપલામાં ભરેલી ચોળાફળી તો બધાએ જ જોઈ હશે. એમાં પણ અમારા મણિનગર ચારરસ્તાની ચોળાફળી તો આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઠેર-ઠેર દરેક વિસ્તારમાં મણિનગર ચારરસ્તાવાળા લખેલી લારી જોવા મળે છે. જેમ સવારે ઘણા લોકો ફાફડા-જલેબી, વણેલા ગાંઠીયા, ફૂલવડી જેવા ગરમ નાસ્તા કરવાનાં શોખીન હોય છે તેવી જ રીતે સાંજે ચોળાફળીની લારી પર ચોળાફળી ખાનારા પણ ઘણા શોખીન હોય છે. હવે ઘણાને થાય કે એવું તે શું ખાસ છે આ ચોળાફળીમાં કે હું આટલા વખાણ કરું છું? તો તેની સાથે જે આઈસ ચટણી મળે છે એ તેની મુખ્ય ખાસિયત છે. ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો ચોળાફળી તો ખાય પણ તેનાથી વધારે સાથે ચટણી પીતા હોય છે. તો આજે આપણે ચોળાફળીની સાથે-સાથે તેની સાથે ખાવામાં આવતી આઈસ ચટણી પણ બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
ફૂદીના નું શરબત
#goldएnapron3#week13ઉનાળા માં ફૂદીના નું શરબત શરીર ની ઠંડક માં આપે છે અને હેલ્થી શરબત બનાવ્યું છે.એકદમ ઝડપથી બની જાય છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
રગડામાં પાણીપુરી
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને ખૂમચા-લારી પર પાણીપુરી ખાનારા શોખીનો હવે ઘરે બેઠા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. અહીંયા અમદાવાદમાં મેજોરીટી વર્ગ એવો છે કે જે ગરમ રગડામાં પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. તો આજે આપણે મસ્ત ગરમ રગડામાં પાણીપુરી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12244249
ટિપ્પણીઓ (18)