દુધી ની ખીર (Dudhi kheer recipe in gujrat)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
શેર કરો

ઘટકો

  1. 1 નંગનાની દૂધી
  2. 1લીટર દૂધ
  3. 1 ચમચીઘી
  4. 1 વાટકીખાંડ
  5. 4 નંગએલચી
  6. થોડાકેસરના તાંતણા
  7. આઠ-દસ નંગ બદામની કતરણ
  8. ગાર્નિશીંગ માટે બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ વસ્તુ લો દૂધીને ખમણી લો એક કડાઈમાં ઘી મૂકી તેમાં દૂધી નું ખમણ નાખો

  2. 2

    હવે દુધી ચડી જાય ત્યાં સુધી હલાવતા રહેવું દુધી નો કલર ફરી જશે એટલે દૂધી ચડી ગઈ હશે હવે તપેલીમાં દૂધ લો અને તેને ખૂબ જ ઉકાળો ત્યારબાદ તેમાં દૂધીના ખમણને નાખો અને તેને પણ ખૂબ જ ઊકળવા દેવું ત્યારબાદ તેમાં ખાંડ નાખો

  3. 3

    થોડી ઘટ્ટ થઈ જાય પછી તેમાં કેસરના તાંતણા નાખો અને થોડીવાર કેસર મિક્સ થાય સુધી રહેવા દો હવે ગેસ બંધ કરી દો અને તેમાં એલચી પાઉડર તથા બદામની કતરણ નાખો

  4. 4

    હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને બદામથી ગાર્નિશ કરો તૈયાર છે ખૂબ જ ઠંડી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી એવી દૂધી ની ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

ટિપ્પણીઓ

Similar Recipes