રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૩ કપ મેંદો
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ચપટીબેકિંગ સોડા
  4. ચપટીબેકિંગ પાઉડર
  5. 3 મોટી ચમચીદૂધ
  6. 1 મોટી ચમચીતેલ
  7. ટોપિંગ્સ માટે:
  8. 1૧/૨ મોટી ચમચી પિઝ્ઝા સોસ
  9. લાંબી કાપેલી ડુંગળી
  10. લાબું કાપેલું સિમલા મરચું
  11. 2૧/૨ મોટી ચમચી ચીઝ
  12. 1 નાની ચમચીઓરેગાનો,ચિલિફ્લેક્સ,મિક્સ હર્બ્સનું મિક્સચર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો,મીઠું,બેકિંગ સોડા,બેકિંગ પાઉડર,તેલ,દૂધ ઉમેરી કાંટા ચમચીની મદદથી બરાબર હલાવી લ્યો. હવે પિઝ્ઝા બેઇઝ તૈયાર છે. બેઇઝને બરાબર બાઉલમાં ફેલાવી દેવો.

  2. 2

    હવે પિઝ્ઝા બેઇઝ પર પિઝ્ઝા સોસ ચારેબાજુ બરાબર રીતે ફેલાવો. ત્યારબાદ ટોપિંગ્સ માટે લીધેલા વેજિટેબલ્સ મુકો. એ પછી તેના ઉપર ચીઝ મૂકી ઓરેગાનો,ચિલિફ્લેક્સ,મિક્સ હર્બ્સ નું મિક્સચર નાખો.

  3. 3

    હવે માઈક્રોવૅવ મોડ પર જ ૨ મિનિટ માટે મૂકવું. ૨ મિનિટ થયા પછી માઇક્રોવેવને ઓપન રાખીને ૨ મિનિટ બાઉલને માઇક્રોવેવમાં જ ઠંડુ થવા દેવું.

  4. 4

    ફક્ત ૨ જ મિનિટમાં બાઉલ પિઝ્ઝા રેડી છે.

  5. 5

    એક ખાસ નોંધ : બાઉલ માઇક્રોવેવ પ્રૂફ હોવું જોઈએ નહિ તો ઘરમાં બહુ મોટું નુકસાન થવાની શક્યતા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maunirya - Love This Life The Foodie's Dynamite
પર
અમદાવાદ
હું ખૂબ જ નવી નવી રેસિપીઓ ટ્રાય કરતી રહેતી હોવ છું.મારી એક youtube ચેનલ પણ છે આ જ નામથી.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes