પીનવ્હીલ  સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#સ્નેકસ
લોકપ્રિય સ્વાદિષ્ટ સ્નેકસ સમોસા ની સામગ્રી થી બનાવેલ પીનવ્હીલ સમોસા.
મેં પીનવ્હીલ સમોસા ને એર ફ્રાયર માં હાફ બેક કરી ને પછી તેલમાં ફ્રાય/ તળી ને બનાવ્યા છે.

પીનવ્હીલ  સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)

#સ્નેકસ
લોકપ્રિય સ્વાદિષ્ટ સ્નેકસ સમોસા ની સામગ્રી થી બનાવેલ પીનવ્હીલ સમોસા.
મેં પીનવ્હીલ સમોસા ને એર ફ્રાયર માં હાફ બેક કરી ને પછી તેલમાં ફ્રાય/ તળી ને બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૩ ટેબલ સ્પૂનઘી મોણ માટે
  3. ૧/૨ ટી સ્પૂનઅજમો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ગરમ પાણી લોટ બાંધવા માટે
  6. બટાકા નું સ્ટફિંગ માટે;
  7. ૩-૪મઘ્યમ બાફેલા બટાકા
  8. ૧ ટી સ્પૂનઆખા ઘાણા (અઘકચરા ખાંડેલા)
  9. ૧ ટી સ્પૂનવરિયાળી (અધકચરી ખાંડી ને)
  10. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂનતજ લવિંગ નો ભૂકો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. વઘાર માટે
  14. ૧ ટી સ્પૂનતેલ
  15. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  16. ૧/૨ કપસમારેલી કોથમીર
  17. તેલ ગ્રીસ અને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો માં અજમો મીઠું અને ઘીનું મોણ નાખી ને મિક્સ કરી, ગરમ પાણી સાથે સાધારણ નરમ લોટ બાંધવો.

  2. 2

    મિશ્રણ બોઉલ માં, બાફેલા બટાકા ની છાલ ઉતારી અને મેશ કરો. એમાં અઘકચરા ખાંડેલા ઘાણા અને વરીયાળી, મીઠું,તજ લવિંગ નો ભૂકો, આમચૂર પાઉડર નાખો.

  3. 3

    એક તડકા પાન માં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાં ની પેસ્ટ અને કોથમીર નાખી ને સાંતળો. ડ્રાય મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને બટાકા નું મિશ્રણ માં ઉમેરીને બરાબર મિક્ષ કરો. ૪ ભાગ કરવા.

  4. 4

    મેંદા નો લોટ ને મસળી ને ૪ મોટા લુઆ બનાવો.

  5. 5

    એક લુઓ લઈને મોટી રોટલી વણો. એના પર બટાકા નું ૧ ભાગ નું સ્ટફિંગ પાથરો(કીનારી છોડી ને). કીનારી પર પાણી લગાડી, અને ટાઈટ રોલ વાળો. ખુલ્લી સાઇડ પણ દબાવી ને બંધ કરવી.

  6. 6

    એવી રીતે બઘાં રોલ બનાવો. દરેક રોલ ને ૧/૪ " ના કટકા કાપો. દરેક બનાવેલ પીનવ્હીલ ને હળવે હાથે દબાવી ને તેલ થી ગ્રીસ કરવા.

  7. 7

    પ્રી હીટ એર ફ્રાયર માં નાખી ને ૮-૧૦ મિનિટ ૧૮૦ તાપમાન પર બેક કરો. બઘા પીનવ્હીલ સમોસા આવી રીતે હાફ બેક કરી ને ૧/૨ કલાક બાજુ મૂકો. (અગર બેક ન કરવા હોય તો હાફ ફ્રાય કરો).

  8. 8

    હાફ બેક કરેલા પીનવ્હીલ સમોસા ને ગરમ તેલમાં મધ્યમ તાપે કડક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સ્વાદિષ્ટ પીનવ્હીલ સમોસા, ગ્રીન કોથમીર ની ચટણી,ખજુર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes