ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. 250 ગ્રામચણા
  3. 150 ગ્રામમેથી
  4. 400 ગ્રામઅથાણાં નો સંભાર મસાલો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચીહળદર
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કિલો રાજાપુરી કેરી લય તેને ધોઈ ને કોરી કરી સમારી લયસુ.

  2. 2

    ત્યારબાદ સમારેલી કેરી માં હળદર તેમજ મીઠું એડ કરી ને તેને એક બે દિવસ માટે સૂકવવા મુકીશું.

  3. 3

    ત્યારબાદ હવે ચણા તેમજ મેથી ને ધોઈ ને 7 થી 8 કલાક માટે પલાળી દયસુ.

  4. 4

    ચણા તેમજ મેથી પલળી ગયા બાદ તેમાંથી પાણી કાઢી ને તેને સૂકવવા માટે મુકીશું.

  5. 5

    ત્યારબાદ હવે એક તપેલા માં ચણા, મેથી તેમજ સુકવેલી કેરી ને એડ કરીશુ.

  6. 6

    હવે તેમાં અથાણાં નો સંભાર મસાલો એડ કરી ને બરાબર મિક્ષ કરી લયસુ.અહીં મેં ઘરે બનાવેલો અથાણાં નો સંભાર મસાલો ઉપયોગ કરેલ છે.

  7. 7

    ત્યારબાદ એક વાસણ માં જરૂર મુજબ સીંગતેલ ગરમ કરી તેને ઠંડુ થવા દયસુ.ઠંડુ થયા બાદ તેને ચણા, મેથી,કેરી અને મસાલા માં એડ કરીશુ અને તેને બરાબર મિક્ષ કરી લયસુ.ત્યારબાદ તેને કાચ ની બરણી માં ભરી લયસુ.

  8. 8

    તો હવે તૈયાર છે આપણું ચણા મેથી નું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly Unadkat
Helly Unadkat @helly11
પર
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

Similar Recipes