મિક્સ ભજીયા

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#GA4
#week1
#potatoes
ભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા

મિક્સ ભજીયા

#GA4
#week1
#potatoes
ભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. લોટ દોવા માટે ની સામગ્રી
  2. 350 ગ્રામચણા નો લોટ
  3. ચપટીહિંગ
  4. ચપટીસાજી
  5. 1ચમચો ગરમ તેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પાણી જરૂર મુજબ
  8. એટમ (લસણિયું) ભજીયા બનાવવા માટે ની સામગ્રી
  9. 2 ચમચીલસણની ચટણી
  10. 500 ગ્રામબટેકી
  11. મરચા ના ભજીયા માટે ની સામગ્રી
  12. 5 નંગમરચા
  13. કતરી ના ભજીયા માટે ની સામગ્રી
  14. 2 નંગબટેકા
  15. સર્વ કરવા
  16. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું સાજી અને ગરમ તેલ ઉમેરી પાણી થી લોટ દોઈ લેશું અને મરચા સમારી લેશું

  2. 2

    હવે બટેકી ને મીઠું નાખી ને કૂકર માં એક સિટી વગાડી ને કાઢી લઈશું ઠરી જાય ત્યારે વચ્ચે થી કાપો પાડી લસણ ની ચટણી ભરી દઈશું અને આખા બટેકા ને ખમણી થી પત્રી પાડી ધોઈ ને કોરી થઈ જાય એટલે લોટ માં ઉમેરી તેલ માં તળી લઈશું

  3. 3

    બદામી રંગ ની થાય એટલે ઉતારી લઈશું એવીજ રીતે મરચા ની ચિરી તથા લસનીયા બટેકી ને લોટ માં બોળીને તળી લઈશું

  4. 4

    બસ તૈયાર છે ગરમ ગરમ ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

Similar Recipes