પંજાબી દમ આલુ (Punjabi dum aloo Recipe In Gujarati)

Pina Shah
Pina Shah @cook_17371279

પંજાબી દમ આલુ (Punjabi dum aloo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 8 નંગ નાના બટાકા
  2. 3 નંગ ડુંગળી
  3. 1 નંગ ટામેટું
  4. 7 કળી લસણ
  5. 1 ઈંચ આદું નો ટૂકડો
  6. 5 ચમચીતેલ
  7. 2 ચમચીઘી
  8. 2 ચમચીયોગર્ટ
  9. 6-7 નંગ કાજૂ
  10. 1 નંગ તમાલ પત્ર
  11. 1 નંગ એલચો
  12. 3 નંગ ઇલાયચી
  13. 4 નંગ મરી
  14. 2 નંગ લવિંગ
  15. ચપટીતજ
  16. 1/2 ચમચીજીરું
  17. 3 ચમચીલાલ કાશ્મીરી મરચું પાઉડર
  18. 1 ચમચીધાનાજીરું પાઉડર
  19. 1/2 ચમચીહળદર
  20. 2 ચમચીકિચન કીંગ પંજાબી મસાલો
  21. 1 ચમચીકસૂરી મેથી
  22. સ્વાદાનુસાર મીઠું
  23. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને કુકર માં એક સિટી વગાડી કાડિ લો. એની છાલ ઉતારી ટૂથપિક થિ થોડા કાના પાડી લો. એમાં થોડું મરચું, હળદર મીઠું નાખી હલાવી લો. એને 2 ચમચી તેલ માં શૅલો ફ્રાય કરી લો.

  2. 2

    એક પેન મા 1 ચમચી ઘી લઇ કાજુ શેકી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.

  3. 3

    હવે લોડિયા માં 2 ચમચી તેલ લો. એમા તમાલપત્ર, એલચો, ઇલાયચી, તજ, મરી, લવિંગ, જીરું નાખી હલાવો. એમાં ડુંગળી નાખી 15 મિનિટ સાંતળો.

  4. 4

    હવે એમાં લસણ, આદુ, ટામેટાં ના ટુકડા, અને કાજુ નાખી 10 મિનિટ સાંતળો. ઠંડુ કરી મિક્સરમાં ક્રશ કરી લો.

  5. 5

    હવે એજ લોડિયા માં 1 ચમચી તેલ અને એક ચમચી ઘી લો. એમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર, કસૂરી મેથી, કિચન કિંગ મસાલો, મીઠું નાખી હલાવો. ત્યારબાદ એમાં ક્રશ કરેલી પ્યુરી ઉમેરી હલાવો. એમાં 2 ચમચી યોગર્ટ ઉમેરી હલાવો. હવે બટાકા ઉમેરો. અને જરૂર મુજબ પાણી નાખી 5 મિનિટ ઉકળવા દો.

  6. 6

    હવે ઉપર થી થોડી ચીઝ નાખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes