ફરસી પૂરી(Farsi Poori Recipe in Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમેંદો
  2. ૧ ટે સ્પૂનમીઠું
  3. ૧)૨ ટે ચમચી મરી નો ભુક્કો
  4. ૧/૨ ટે સ્પૂનઅધકચરું જીરા નો ભુક્કો
  5. મૂથીયું મોળ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ મા મુથિયું મોળ આપો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું
    મરી નો ભુક્કોેને જીરા પાઉડર નાખીને લોટ બાંધો લોટ થોડો કઠણ બાંધવો પછી એક મોટી રોટલી જેમ વળી લો

  2. 2

    પછી એવી રીતે સાત રોટલી વળી લો પછી એક રોટલી ઉપર ઘી ચોપડી ઉપર લોટ ભભરાવી દો એવી રીતે સાત રોટલી તૈયાર કરી એકબીજા પર લગાડી દો પછી તેને એક એક વેલણ ફેરવી દો

  3. 3

    પછી તેને ઘી ચોપડી ને રોલ જેવુ બનાવી લો પછી તેને ચપ્પા થી કટ કરો નાના નાના કટકા કરવા જેથી પૂરી સરસ નાની પૂરી થાય

  4. 4

    પછી જેમ કટકા કરિય હોય તે ભાગ થી દબાવી દો જેથી કટ કરેલા ભાગ દબાવી ને વળવું જેથી બધા પડ છુટ્ટા પડે

  5. 5

    પછી થોડીક વાર સુકાઈ જાય પછી તેલ ગરમ કરી આછી ગુલાબી તળી લો સ્વાદ માં બહુ સરસ થાય છે ચા સાથે ખાવાનો આનંદ લો

  6. 6

    તો તૈયાર છે સરસ કિસ્પી સ્વાદિષ્ટ ફરસી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes