મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#કઠોળ

મિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ

મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કઠોળ

મિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 250મિક્સ કઠોળ(મગ, મઠ, વ્હાઈટ વટાણા,કાબુલી ચણા,ચોરા)
  2. મસાલા માટે ની સામગ્રી
  3. ૩ ચમચીટોપરા નું જીણું ખમણ
  4. ટુકડોતજ નો
  5. 2લવિંગ
  6. ૧ ચમચીઆખા ધાણા
  7. ૨ ચમચીજીરૂ
  8. 5 નંગસૂકા લાલ મરચા
  9. 6-7 નંગકાળાં મરી
  10. 5 નંગડુંગળી લાંબી સમારેલ
  11. 7મોટી કળી લસણ ની
  12. 1/2 ચમચીતેલ
  13. વઘાર કરવા માટે
  14. 4ચમચા તેલ
  15. ચપટીહિંગ
  16. ચપટીહળદર
  17. 1/2 ચમચીજીરૂ
  18. 3 નંગડુંગળી બારીક સમારેલી
  19. 2 નંગમોટા ટામેટાં ઝીણા સમારેલા
  20. 4 ચમચીતીખું લાલ મરચું
  21. મીઠું સ્વદાનુસાર
  22. પાણી જરૂર મુજબ
  23. થોડો ગરમ મસાલો
  24. સર્વ કરવા માટે
  25. ચવાણું તીખું
  26. ડુંગળી
  27. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ મૂકી તેમાં ધાણા, મરી,જીરૂ,તજ,લવિંગ સેકવા અને લાલ મરચા ઉમેરવા ત્યારબાદ ડુંગળી અને લસણ ઉમેરી સાતળવું

  2. 2

    બરાબર શેકાય જાય એટલે ટોપરાનું ખમણ નાખી ને હલાવી ગેસ બંધ કરી દેવો

  3. 3

    હવે બધી સેકેલી સામગ્રી પીસી લઈશું અને કઠોળ ને 6 કલાક પલાળી તૈયાર રાખશું ડુંગળી ટામેટાં તૈયાર કરી દેશું

  4. 4

    હવે એક કૂકર માં તેલ મૂકી ને ડુંગળી જીની સમારેલ સાતરશું ત્યાર બાદ ટામેટાં અને પીસીને તૈયાર કરેલ મશાલો ઉમેરશું

  5. 5

    થોડી વાર મસાલો સાતરી ને હળદર અને કઠોળ મીઠું અને મરચા પાઉડર નાખશું

  6. 6

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે જરૂર મુજબ પાણી ઉમેરી 6થી7સિટી મીડ્યમ ગેસ પર વગાડી ને જોઈ લેશુ બરાબર કઠોળ ચડી જાય એટલે ગરમ મશાલો નાખી દઈશું

  7. 7

    બસ તૈયાર છે ચટપટા મિસળ હવે તેમાં ચવાણું સમારેલ ડુંગળી તથા કોથમીર નાખી ને પાવ સાથે સર્વ કરશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

ટિપ્પણીઓ

Similar Recipes