રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકોર્ન ફ્લોર
  2. 2 કપમિલ્ક
  3. 1/2 કપખાંડ
  4. 1/2 ચમચીમિલ્ક પાઉડર
  5. 2 ચમચીરોઝ સીરપ
  6. ગાર્નિશ માટે પિસ્તા અને રોઝ પેટલ્સ
  7. ગ્રિઝિંગ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોઢા માં મૂકતા જ ઓગળી જઈ તેવા રોઝ મિલ્ક પુડિંગ બનાવવા માટે સૌ પ્રથમ જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે સૌ પ્રથમ 2 ચમચી કોર્ન ફ્લોર મા મિલ્ક ઉમેરી સોફ્ટ મિક્સર બનાવો. ત્યાર બાદ એક કડાઈ મા 2 કપ મિલ્કમા 1/2 કપ ખાંડ ઉમેરી ગરમ કરવા મૂકો.

  3. 3

    એક ઉકાળો આવે ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર નું મિક્સર ઉમેરો અને સતત હલાવતા રહો. ત્યાર બાદ તેમાં 1/2 ચમચી મિલ્ક પાઉડર ઉમેરો અને જ્યાં સુધી થીક મિક્સર નાં બને ત્યાં સુધી સતત હલાવતા રહો.

  4. 4

    હવે તેમાં 2 ચમચી રોઝ સીરપ ઉમેરો અને ફરી હલાવો.

  5. 5

    ત્યાર બાદ એક મોલ્ડ્ મા ઓઇલ વડે ગ્રીસ કરી તેમાં તૈયાર થયેલું મિક્સર ઉમેરો અને ઉપર થી પિસ્તા તેમજ રોઝ પેટલ્સ વડે ગાર્નિશ કરી 1 કલાક માટે ફ્રીઝ મા મૂકો. ત્યાર બાદ તેના ચોરસ પીસ કરી ડીમોલ્ડ કરી સર્વ કરો.

  6. 6

    તૈયાર છે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોઝ મિલ્ક પુડિંગ....જે બનાવવા મા ખૂબ જ સરળ છે અને થોડા જ સમયમાં બની ને તૈયાર થઈ શકે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes