કેક(Cake Recipe in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#cake
#choklate
#chilran special
દરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી

કેક(Cake Recipe in Gujarati)

#cake
#choklate
#chilran special
દરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30મિનિટ
6 વ્યક્તિ
  1. 200 ગ્રામમેંદો આશરે 1 વાટકો
  2. 50 ગ્રામકોકો પાઉડર
  3. 100 ગ્રામખાંડ આશરે 1/2 વાટકો
  4. 1/3વાટકો રિફાઇન તેલ
  5. 1નાનું પેકિંગ મિલ્ક પાઉડર 10 વારૂ
  6. દૂધ જોઈ તે પ્રમાણે
  7. 250મિલી નું વ્હીપડ ક્રીમ નું પેકિંગ
  8. 150 ગ્રામમિલ્ક ચોકલેટ
  9. 3-4 ડ્રોપવેનિલા અસન્સ
  10. 5 ચમચીખાંડ નું ખાંડ સીરપ
  11. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  12. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  13. બેક કરવા કૂકર અથવા લોયું
  14. ડેકોરેશન માટે બિસ્કીટ અથવા ચેરી

રાંધવાની સૂચનાઓ

1કલાક 30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે બધું તૈયાર કરી લઈશું અને ચોકલેટ ને ક્રશ કરી લઈશું એક બાઉલ માં મેંદો, કોકો પાઉડર મિલ્ક પાઉડર દળેલી ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા મિક્સ કરી દઈશું એટલે જ્યારે આપણે કેક બનાવી હોય ત્યારે બનાવી શકાય

  2. 2

    હવે તૈયાર કરેલ મિશ્રણ માં તેલ એસંસ અને દૂધ ઉમેરી ને ગઠા ના રહે તે રીતે મિક્સ કરશું અને સીધી ધાર તેમાં સમાઈ જાય તેટલું લુશ રાખશું હવે એક કૂકર માં નીચે કાઠો રાખી ને કુલ 10 મિનિટ પ્રી હિટ કરશું 5 મિનિટ ફૂલ તાપ અને 5 મિનિટ ધીમા તાપે ત્યાર બાદ એક ટીન માં તેલ લગાવી મેંદો ડસ્ટ કરશું અને તેમાં કેક નું મિશ્રણ નાખી 4 વાર ટેપ કરી કૂકર માં વ્હિસ્લ વગર 40 મિનિટ બેક કરશું 10 મિનિટ ફૂલ તાપ અને 30 મિનિટ ધીમા તાપે બેક કરશું અને ચેક કરી લેવું જો થઈ ગઈ હોય તો ગેસ બંધ કરી ને 5 મિનિટ એમનેમ ઢાંકી દેવું

  3. 3

    હવે ક્રીમ વ્હિપડ કરી દેશું અને કેક ના ત્રણ પાર્ટ પાડી દઈશું અને એક પાર્ટ માં ખાંડ સીરપ લગાવી દેશું

  4. 4

    ત્યાર બાદ વ્હિપડ ક્રીમ લગાવી ને ચોકલેટ નાખી ને પાથરી દેશું અને બીજો પાર્ટ રાખી ને ક્રીમ અને ચોકલેટ પાથરી દેશું

  5. 5

    હવે ત્રીજું લેયર રાખી ને આખા માં વ્હિપડ ક્રીમ લગાવી સેટ કરી ને ચોકલેટ લગાવી દઈશું

  6. 6

    બિસ્કીટ થી ડેકોરેશન કરી દઈશું તૈયાર છે એકદમ સોફ્ટ અને યમ્મી બ્લેક ફોરેસ્ટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

Similar Recipes