ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૫ મિનિટ
૮ થી ૧૦ વ્યક્તિ
  1. ૧ મોટો વાટકોશીંગદાણા
  2. ૧ મોટો વાટકોચીક્કી નો ગોળ
  3. નાનો વાટકો કોપરા નું ખમણ
  4. ૪-૫ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા શીંગદાણા શેકી, ફોતરાં કાઢી મિક્સચર માં અધકચરા ક્રશ કરી લેવા.

  2. 2

    હવે એક કડાઈ માં ઘી ગરમ કરી ગોળ નાખી ચીક્કી માટે પાઇ કરવી.

  3. 3

    થોડો ગોળ નો કલર ચેન્જ થાય એટલે પાઇ નું ટીપું પાણી માં પાડી ચેક કરવું. જો પાણી માં નાખ્યા બાદ તરત પાઇ તૂટે તો સમજવુ પાઇ થઇ ગઈ છે.

  4. 4

    જો પાઇ ના થઇ હોય તો થોડી વાર ગેસ પર રાખી હલાવ્યા કરવું.

  5. 5

    હવે ગેસ ધીમો કરી તેમાં કોપરા નું ખમણ અને સેકેલી શીંગ નો ભુક્કો નાખી બરાબર હલાવી દેવું. ત્યારબાદ ગેસ બંધ કરવો.

  6. 6

    હવે થાળી માં ઘી લગાડી મિશ્રણ પાથરી દો. હવે એક વાટકી માં પણ પાછળ ઘી લગાડી વાટકી વડે બધું એકસરખું ગોળ પાથરી દો.

  7. 7

    હવે ચપ્પા વડે તમને ગમતા કાપા પાડી દો.

  8. 8

    1/2 કલાક એમ જ રાખી પછી અલગ કરો.

  9. 9

    તો સર્વ કરવા માટે તૈયાર છે એકદમ ક્રિસ્પી ક્રશ પીનટ કોકોનટ ચીક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes