પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૮-૧૦ જાડી રોટલી (ઘઉં/ મેંદા ની)
  2. ૨-૨ ચમચી માયોનીઝ અને કેચપ
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. ૪ નંગટામેટા
  5. ૩ નંગડુંગળી
  6. ૨ નંગકેપ્સીકમ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીપનીર ટીકા મસાલા
  10. ૨૦૦ ગ્રામ ચીઝ
  11. ઓરેગાનો અને પૅપ્રિકા
  12. બટર અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ તમારા સ્વાદ મુજબ પનીરની સબ્જી બનાવવાની. ત્યારબાદ એક વાટકામાં માયોનીઝ અને કેચ અપ મિક્સ કરી લો. સલાડ માટે કેપ્સીકમ ડુંગળી અને ટામેટાની લાંબી ચીરીને સમારો અને તેમાં એક ચમચો માયોનીઝ ઓરેગાનો અને પૅપ્રિકા રાખો. ચીઝ ખમણી લ્યો.

  2. 2

    હવે એક રોટલી અને એને વચ્ચેથી કાપી લો. ત્યારબાદ એક ભાગ માં સોસ લગાવો પછી સલાડ મૂકો ત્યારબાદ ચીઝ મૂકો અને છેલ્લે સબ્જી મુકો.

  3. 3

    ત્યારબાદ કાપેલા બાદ રોટલી ને સલાડ ની ઉપર વાળો ત્યારબાદ cheese ઉપર વાળો અને છ-સાત મિસાઈલ વાળી ને તવી ઉપર અથવા તો ગ્રીલ પેન પર બટર મૂકી ને શેકી લો. તૈયાર છે તમારું ગરમા ગરમ પનીર રેપ.

  4. 4

    ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

Similar Recipes