સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.
#GA4
#Week22

સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)

દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.
#GA4
#Week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 ઓમલેટ
  1. સ્ટફિંગ માટે
  2. કાંદો બારીક સમારેલો
  3. ૩ ટેબલસ્પૂનલીલું કેપ્સિકમ (બારીક સમારેલું)
  4. ૩ ટેબલસ્પૂનપીળું કેપ્સિકમ (બારીક સમારેલું)
  5. ૩ ટેબલસ્પૂનલાલ કેપ્સિકમ (બારીક સમારેલું)
  6. ૩ ટેબલસ્પૂનધાણા બારીક સમારેલા
  7. લીલા મરચા બારીક સમારેલા
  8. ૧ ટેબલસ્પૂનતેલ
  9. ૧/૨ ટીસ્પૂનહળદર
  10. ૧ ટીસ્પૂનએગ કરી મસાલો
  11. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  12. ૧ ટીસ્પૂનધાણા જીરું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ઓમલેટ માટે
  15. ઈંડા
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  18. ૨ ટેબલસ્પૂનદૂધ
  19. ૨ ટેબલસ્પૂનલીલું લસણ બારીક સમારેલું
  20. ૩ ટેબલસ્પૂનચીઝ
  21. ૨ ટીસ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સ્ટફિંગ માટે તેલ મૂકી એમાં મરચા નાખી કાંદો અને મીઠું નાખી બરાબર સાંતળી લો. કાંદો ચડી જાય એટલે એમાં બધા કલર ના કેપ્સિકમ નાખી સાંતળો.

  2. 2

    હવે કેપ્સિકમ ચડી જાય એટલે એમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ધાણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  3. 3

    ઓમલેટ માટે ચાર ઈંડા ફોડી એમાં ચીઝ અને બટર સિવાય બધું નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    એક નોન સ્ટિક પેન માં બટર મૂકી એમાં ઓમલેટ નું મિશ્રણ પાથરી થવા દો. ઓમલેટ નીચે થી ચડી જાય એટલે એમાં વચ્ચે સ્ટફિંગ મૂકી એના ઉપર ચીઝ મૂકી દો.

  5. 5

    હવે બીજી બાજુ થી સ્ટફિંગ કવર કરી બંને બાજુ બરાબર શેકી લો. તૈયાર છે સ્ટફડ ઓમલેટ.

  6. 6

    બ્રેડ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes