પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week2
મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે.

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#GA4 #Week2
મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ hour
2 લોકો
  1. ૫૦૦ ગ્રામ પાલક
  2. ટામેટા
  3. ડુંગળી
  4. ૧ ટી સ્પૂન લસણ આદુ ની પેસ્ટ
  5. ૧૦ કાજૂ
  6. લીલુ મરચું
  7. ૧ ટી સ્પૂનજીરૂં
  8. ૧ ટી સ્પૂન લાલ મરચું
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂન ધાણજીરુ
  11. ૧ ટી સ્પૂન મીઠું
  12. ૧/૨ગરમ મસાલો
  13. ૨ ટી સ્પૂનમલાઈ
  14. ૨૦૦ ગ્રામ પનીર
  15. તમાલપત્ર
  16. ૧/૨ ટી સ્પૂન ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ hour
  1. 1

    500ગ્રામ પાલકને પાણીથી બરાબર ધોઈને તેને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ સુધી બાફી દો. પિક્ચર માં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી કટ કરી લો.

  2. 2

    પછી કડાઈમાં તેલ ગરમ કરી લો તેમાં જીરૂં લસણ લીલા મરચાં થોડીવાર સાંતળી લો પછી ડુંગળીને પણ સાતળી લો. પછી તેમાં ટામેટાં અને કાજુ નાખીને જ્યાં સુધી ટામેટા થોડા ચઢી ના જાય ત્યાં સુધી કંઈ હલાવો.

  3. 3

    ટામેટા અને ડુંગળી મિક્સર ઠંડું થઈ જાય પછી તેમાં પાલક નાખીને એક મિક્સિંગ બાઉલમાં તેને ક્રશ કરી લો. અને ૨૦૦ ગ્રામ પનીરને ચોરસમાં shap માં કટ કરી લો.

  4. 4

    પછી કડાઈમાં ૨ ટેબલસ્પૂન બટર લઈ લો અને તેમાં ધાણા જીરું,મરચું,હળદર અને તમાલપત્ર નાખીને તેને બે મિનિટ માટે હલાવી લો.

  5. 5

    પછી તેમાં gravyબનાવી તે નાખીને બરાબર હલાવી દો અને તેની પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.પછી તેમાં પનીર ક્યુબ્સ નાખી દો અને તેને પણ પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. પછી તેમાં ગરમ મસાલો મીઠું અને ચપટી ખાંડ ઉમેરી દો.

  6. 6

    પછી તેમાં બે ટેબલ-સ્પૂન જેટલી મલાઈ ઉમેરી દો અને તેને બરાબર મિક્ષ કરી લો.

  7. 7

    પાલક પનીર એક બાઉલમાં લઈ લો અને તેની પર થોડા પનીર ના ટુકડા નાખીને તેને સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

ટિપ્પણીઓ (2)

Similar Recipes