અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CT
અમદાવાદ માં જાતજાતના ફરસાણ મળે છે. દરેક એરિયામાં અલગ-અલગ જાતનું ફરસાણ ફેમસ છે. અમદાવાદના લોકો ખાવાના પણ ખૂબ જ શોખીન છે. અમદાવાદમાં સેવખમણી મહેતાની, દાસની ,યોગેશ ની ખૂબ જ ફેમસ છે. સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે. સેવ ખમણીની સાથે ચટણી પણ સર્વ કરી છે.

અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)

#CT
અમદાવાદ માં જાતજાતના ફરસાણ મળે છે. દરેક એરિયામાં અલગ-અલગ જાતનું ફરસાણ ફેમસ છે. અમદાવાદના લોકો ખાવાના પણ ખૂબ જ શોખીન છે. અમદાવાદમાં સેવખમણી મહેતાની, દાસની ,યોગેશ ની ખૂબ જ ફેમસ છે. સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે. સેવ ખમણીની સાથે ચટણી પણ સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ખમણ બનાવવા માટે :
  2. 1 વાડકીચણાની દાળ
  3. 2 મોટી ચમચીદહીં
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. 2 ચમચીતેલ
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીઈનો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. પાણી જરૂર મુજબ
  13. ખમણી વઘારવા માટે :
  14. 2ચમચા તેલ
  15. 1 ચમચીરાઈ
  16. 1 ચમચીતલ
  17. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  18. 1 ચમચીલસણની પેસ્ટ
  19. 2 ચમચીખાંડ
  20. 1 ચમચીલીંબુનો રસ
  21. ચપટીહિંગ
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. 1/2 ચમચીહળદર
  24. 1/2 ચમચીલાલ મરચું
  25. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાની દાળને પાંચ-છ કલાક પલાળી રાખો. પલાળેલી દાળ ની દરદરી વાટી લેવી.એમાં તેલ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર ફેંટી લઈ સાત આઠ કલાક માટે આથો લાવવા માટે ગરમ જગ્યાએ ઢાંકીને મૂકો.

  2. 2

    આથો આવી જાય પછી ઢોકળાના વાસણને ગરમ થવા મૂકો. ખીરામાં બધા મસાલા કરી લેવા. જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરો.

  3. 3

    હવે ખીરા પર બે ચમચી તેલ નાખી તેના પર ઇનો નાખી તેની પર એક ચમચી પાણી રેડી ધીમે ધીમે મિક્સ કરી લેવુ.

  4. 4

    પછી સ્ટીલ ના ડબ્બાને તેલથી ગ્રીસ કરો. તેમાં ખીરું રેડી સ્ટીમરમાં મૂકી દસ મિનિટ થવા દો.હવે ખમણ થઈ ગયા છે ડબ્બામાંથી ખમણ બહાર કાઢી તેની ઉપર નેપકીન ઢાંકી દસ મિનિટ રહેવા દેવું.

  5. 5

    હવે ખમણ ઠંડા થઇ ગયા હશે. ખમણ ને છીણીથી છીણી લો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મીઠો લીમડો અને હિંગનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ એડ કરો. હવે તેમાં તલ, ખાંડ, લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું અને 1/2 કપ પાણી એડ કરો. પછી તેમાં ખમણનો ભૂકો એડ કરીને બરાબર હલાવી લો.

  6. 6

    ટેસ્ટી ખમણી તૈયાર છે. હવે સર્વિંગ ડીશ માં 2 ચમચા ખમણી મૂકો. તેની ઉપર સેવ, દાડમના દાણાં અને કોથમીર સ્પ્રિંકલ કરો. જરૂર મુજબ ચટણી એડ કરીને મિક્સ કરો. તૈયાર છે ટેસ્ટી સેવ ખમણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes