મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
૩ લોકો
  1. 250 ગ્રામમશરૂમ
  2. ૧/૨ કપમટર
  3. ડુંગળી
  4. ટોમેટો
  5. ૧ ટીસ્પૂનડુંગળી લસણ ની પેસ્ટ
  6. ૫ ટી સ્પૂનતેલ
  7. કાજુ
  8. ૧ ટીસ્પૂનજીરું
  9. ૧ઇંચ તજ
  10. તમાલપત્ર
  11. ૧ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  14. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  15. કોથમીર ના થોડા પત્તા

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પ્રથમ મશરૂમને ધોઈને તેના નાના કટકા કરી લો. પછી એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ લઈને તેને રોસ્ટ કરી લો.

  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લો અને તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ તેમાં એડ કરી દો અને જ્યાં સુધી ડુંગળી હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને સાંતળી લો. પછી તેમાં ટામેટા આને કાજુ ઉમેરી દો.આ બધી સામગ્રી ને ૧૦મિનિટ સુધી ધીમા flame પર સતત હલાવતા રહો.

  3. 3

    પછી આ મિશ્રણ ઠંડું પડી જાય તેને એક મિક્સર જારમાં લઈ લો અને તેની ગ્રેવી બનાવી લો.

  4. 4

    પછી નોનસ્ટિક કડાઈમાં ૨ ટેબલસ્પૂન તેલ લઈ લો તેમાં જીરુ તમાલપત્ર અને 1 ઈંચ તજ ટુકડો એડ કરી દો. તેમાં હળદર, મરચું અને ધાણાજીરૂ ઉમેરીને તેને એક મિનિટ સુધી તે મસાલાને તેલમાં બરાબર મિક્સ થવા દો.

  5. 5

    હવે આ મસાલામાં ગ્રેવી ઉમેરી દો અને તેને મસાલા સાથે બરાબર મિક્સ કરી દો. વેરી થોડી થિક થઈ જાય પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દો.

  6. 6

    પાણી અને ગ્રેવી ને બરાબર મિક્સ થવા દો. પછી તેમાં લીલા વટાણા અને મશરૂમ ઉમેરી દો. અને તેને પાંચ મિનિટ સુધી ચઢવા દો.

  7. 7

    પછી તેમાં ગરમ મસાલો અને મીઠું ઉમેરીને 2 મિનીટ સુધી ચઢવા દો. પછી તેમાં ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દો અને સબ્જી ને બરાબર હલાવી લો.

  8. 8

    આપણી મશરૂ મટર ની સબ્જી રેડી છે તેને સર્વ કરી લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes