ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week5

મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે.

ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)

#GA4 #Week5

મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ hour
૩ લોકો
  1. ૧.૫ કપ ટોમેટો પ્યુરી
  2. ૨ ટી સ્પૂનતેલ
  3. ૧૫ કળી લસણ
  4. ડુંગળી
  5. ગ્રીન કેપ્સિકમ
  6. ૧/૪ કપમકાઈ ના દાણા
  7. ૨ ટી સ્પૂન મેંદો
  8. ૪૦૦ ml મિલ્ક
  9. ૧ ટી સ્પૂન લાલ મરચું
  10. ૧ ટી સ્પૂન ટોમેટો કેચઅપ
  11. ૨ ટી સ્પૂન મરી પાઉડર
  12. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  13. ૩ ટી સ્પૂન મીઠું
  14. ૨૦ ગ્રામ બટર
  15. ૨૦૦ ગ્રામ ચીઝ
  16. ૨ કપમેંદો
  17. ગાજર
  18. ૧ ટી સ્પૂન ઓરેગાનો
  19. પાણી ઉકાળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩ hour
  1. 1

    પ્રથમ ટોમેટો પ્યુરી લઈ લો. એક પેન માં તેલ ગરમ થાય એટલે લસણ, ડુંગળી નાખી તેલ થોડીવાર સાંતળી લો.પછી તેમાં ટામેટા પ્યુરી ઉમેરી દો.

  2. 2

    તેમાં લાલ મરચું ઉમેરી દો અને તેને બરાબર હલાવી દો. ટોમેટો પ્યુરી નાખી દો અને તેને બરાબર હલાવી દો. અને તેને 5 મીનિટ સુધી બરાબર થવા દો.

  3. 3

    તેમાં એક ચમચી ઓરેગાનો, કેચપ મરી પાઉડર અનેતેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દો અને બરાબર હલાવી દો. પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. તેને બરાબર મિક્સ કરી દો. હવે આપણો રેડ સોસ તૈયાર છે.

  4. 4

    હવે બીજી બાજુ એક પેનમાં બે ચમચી જેટલો બટર ઉમેરી અને તેને બરાબર ગરમ થવા દો. અને તેમાં બે ચમચી મેંદો ઉમેરવો. થોડી વાર રોસ્ટ કરી લો.

  5. 5

    તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરીને તેને હલાવતા રહો. White sauce થઈ જાય એટલે તેમાં મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરી દો.

  6. 6

    પછી તેમાં 50 ગ્રામ જેટલું કે જરૂરિયાત પ્રમાણે ચીઝ ઉમેરો અને તેને બરાબર હલાવતા રહો. હવે વ્હાઈટ સોસ તૈયાર છે.

  7. 7

    હવે લસાનીયા ની સીટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એક મિક્સિંગ બાઉલમાં બે કપ જેટલુંમેંદો લઈ લો અને તેમાં મીઠું ઉમેરી દો અને તેમાં ધીમે ધીમે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા રહો અને તેને તેનો લોટ બાંધી લો. ૩૦મિનિટ સુધી એક બાજુ ઢાંકીને મૂકી દો. 30 મિનિટ પછી આપણો લોટ એકદમ નરમ થઇ જશે હવે તેના સરખા ભાગ ના બે મોટા પ્રમાણમાં ગુલ્લા કરી લો.

  8. 8

    બીજી બાજુ એક મોટી કઢાઈમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી બરાબર બોઇલ થઈ જાય પછી તેમાં 1 ચમચી તેલ ઉમેરી દો અને તેમાં એક ચમચી જેટલું મીઠું નાખી દો. પછી તે ગૂલ્લા ને રાઉન્ડ shape મા વણી લો. અને પછી તેને રેક્ટેંગલ શેપમાં કટ કરી લો.

  9. 9

    પછી તેને ઉકળતા પાણીમાં ઉમેરી દો અને તેને પાંચ મિનિટ સુધી થવા દો આવી રીતે lasaniya ના ચાર લેયર થાય ત્યાં સુધી શીટ બનાવી લો.

  10. 10

    હવે કેપ્સિકમ, ડુંગળી અને ગાજર ના કટકા કરી લો. બે ચમચી તેલ લઈ લો અને તેમાં લસણ, ડુંગળી,ગાજર, કેપ્સીકમ નાખીને તેને પાંચ સાત મિનીટ માટે સાંતળી લો.

  11. 11

    હવે સ્ક્વેર એક પેન લઈને તેને તેલ થી ગ્રીસ કરી લો અને તેમાં સર્વ પ્રથમ રેડ સોસ પછી lasagna ની નું લેયર કરી લો.

  12. 12

    પછી તેમાં ફરીથી રેડ સોસ નું લેયર કરો પછી તેમ તેમાં વેજિટેબલ્સનુલેયર કરી લો. પછી તેની ઉપર white સોસ લેયર કરી લો.આમ ચાર વાર એક પછી એક લેયર કરો અને છેલ્લે તેમ ચીઝ નું લેયર કરો.

  13. 13

    પછી માઈક્રોવેવ ને180 સેન્ટીગ્રેડ પર preheat કરી લો. અને પેન ની ઉપર foil paper ઢાંકી ને ૨૦ મિનિટ સુધી થવા દો.

  14. 14

    ૨૦મિનીટ પછી foil paper હટાવી ને ફરી થી પેન ને માઈક્રોવેવ માં મૂકી ને ૨૦મિનિટ થવા દો.

  15. 15

    હવે વેજ ઇટાલિયન લસાનિયા ready છે.તેને પિક્ચર માં જોઈ શકાય છે તેને કટ કરવાથી ચાર લેયર માં જોઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes