આલુ પૂરી (alupuri recipe in Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.
આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.
#EB
#wk8

આલુ પૂરી (alupuri recipe in Gujarati)

રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.
આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.
#EB
#wk8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વ
  1. બટાકા - વટાણા ના રગડા માટે : 1/2 કપ સુકા સફેદ વટાણા
  2. 2નાના બટાકા
  3. 1સમારેલા કાંદો
  4. 1સમારેલું ટામેટુ
  5. 1/2 ચમચીજીરુ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2ગરમ મસાલો
  9. ચપટીહીંગ
  10. 1 ચમચીઆદુ- લસણ ની પેસ્ટ
  11. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. 1/4 કપકોથમીર
  14. મીઠું
  15. લોચા પૂરી માટે : 1 કપ ઘઉંનો લોટ
  16. 1 ચમચીતેલ
  17. મીઠું
  18. પાણી
  19. કોકમ ની ચટણી : 7-8 નંગ કોકમ, 1/4 કપ પાણી માં પલાળવા, 1/2 કલાક માટે
  20. 2ચમચા ગોળ
  21. 1/4 ચમચીસંચળ
  22. 1 ચમચીલીંબુ નો રસ
  23. 1 ચમચીલાલ મરચું
  24. મીઠું
  25. એસેબલીંગ માટે : લીલી ચટણી
  26. કાંદા ની રીંગ
  27. ચાટ મસાલો
  28. સેવ
  29. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બટાકા- વટાણા ના રગડા માટે : 5-6 કલાક વટાણા ને પલાળવા. પેશર કુકર માં છાલ કાઢેલા બટાકા ના કટકા, વટાણા, ચોખ્ખું પાણી, હળદર,અને મીઠું નાખી 3-4 સીટી લેવી. પેન માં તેલ ગરમ કરી જીરું, હીંગ,આદુ-લસણ ની પેસ્ટ નાખી સોતે કરવું. કાંદા- ટામેટા સોતે કરવા. ટામેટા સોફ્ટ થાય પછી બધો મસાલો નાખી, બટાકા- વટાણા નાંખી ઉકાળી ને સાઈડ પર રાખવું.

  2. 2

    લોચા પૂરી માટે : બધી વસ્તુ ભેગી કરી નરમ લોટ બાંધવો. મોટો લુઓ લઈ, મોટી પૂરી વણી,કૂકી કટર થી નાની નાની પૂરી કાપવી.ગરમ તેલ માં તળવી. પૂરી સફેદ જ રાખવી. બધી પૂરી તળાય જાય પછી એના ઉપર વજન મૂકી દાબી દેવી.

  3. 3

    કોકમ ની ચટણી : નાના મિક્સર ઝાર માં કોકમ, સંચળ, ગોળ, લીંબુ નો રસ, લાલ મરચું અને મીઠું નાંખી, પેસ્ટ બનાવવી. ચટણી જાડી રાખવી.

  4. 4

    એસેબલીંગ : એક પ્લેટ માં 7-8 પૂરી ગોઠવી, ઉપર ગરમ રગડો, કોકમ ની ચટણી,લીલી ચટણી, સેવ, કાંદા ની રીંગ, ચાટ મસાલો અને કોથમીર છાંટી ગરમ જ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes