વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મંચુરિયન બનાવવા માટે:
  2. 2 કપછીણેલી/ગ્રાઇન્ડ કરેલી કોબી
  3. 2 કપગાજર
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/4 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીઆદુ-લસણ ની પેસ્ટ
  8. 3 ચમચીકોનૅફલોર
  9. 3 ચમચીમેંદો
  10. ગ્રેવી બનાવવા માટે:
  11. 2 મોટી ચમચીતેલ
  12. 2 ચમચીઝીણું સમારેલું લસણ
  13. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  14. 1/2 કપઝીણું સમારેલું કેપ્સિકમ
  15. 2 મોટી ચમચીટોમેટો કૅચપ
  16. 1 મોટી ચમચીરેડ ચીલી સોસ
  17. 1 મોટી ચમચીગ્રીન ચીલી સોસ
  18. 1 ચમચીસોયા સોસ
  19. 1 ચમચીવિનેગર
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. પાણી જરુર મુજબ
  22. 2 ચમચીકોનૅફલોર ની સ્લરી
  23. તૈયાર કરેલા મંચુરિયન
  24. લીલી ડુંગળી ગાનિઁશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મંચુરિયન બનાવવા માટે એક વાસણ માં કોબી નું છીણ/ગ્રાઇન્ડ કરેલી કોબી લેવી, તેમાં મીઠું, મરચું, મરી પાઉડર, આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી ને હલાવવું, હવે તેમા કોનૅફલોર નાખવુ, ત્યારબાદ તેમાં થોડો-થોડો મેંદા નો લોટ ઉમેરી ને નાના નાના બોલ્સ બનાવી શકાય એવું કણક જેવું મિશ્રણ તૈયાર કરવું. અને તેમાથી બોલ્સ બનાવવા. (મિશ્રણ હાથ માં ચોંટે તો હાથ પર સ્હેજ તેલ લગાવવું) હવે કઢાઈ માં તેલ મૂકવું, તેલ ગરમ થાય એટલે મિડિયમ ફલૅમ પર બધા બોલ્સ તળી લેવા.

  2. 2

    હવે તેનો લોટ બાંધીને તેમાંથી નાના-નાના બોલ બનાવી ગરમ તેલમાં ડાર્ક ગોલ્ડન કલર ના તળી લો

  3. 3

    હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈ માં તેલ લઈ તેમાં ઝીણું સમારેલું લસણ નાખી ફુલ ફલૅમ પર સાંતળવુ, તેમા ડુંગળી ઉમેરવી, ત્યારબાદ કેપ્સિકમ નાખી ને કચાશ દૂર થાય એટલું જ સાંતળવુ... હવે તેમા ટોમેટો કૅચપ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, મરી પાઉડર, સ્હેજ મીઠું નાખી ને હલાવવું, ત્યારબાદ પાણી નાખવું, થોડી પાતળી ગ્રેવી બનાવવી..

  4. 4

    હવે કોનૅફલોર ની સ્લરી થોડી થ ઉમેરતા જવું અને હલાવતા રહેવું, ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે મંચુરિયન ઉમેરી હલાવવું.. બધા મંચુરિયન સરસ કૉટ થઇ જાય અને ઘટ્ટ થાય એટલે ફ્લેમ બંધ કરી દેવી..

  5. 5

    તો તૈયાર છે રેસ્ટોરન્ટ જેવા જ વેજ. મંચુરિયન ઘરે...😋😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes