બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#CB7
Week7
Cookpadgujarati
Cookpadindia
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ
હલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

#CB7
Week7
Cookpadgujarati
Cookpadindia
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ
હલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 8બ્રેડ
  2. 2 કપબેસન
  3. 6બાફેલા બટાકા
  4. 2 ચમચીતેલ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીપાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીકસુરી મેથી
  10. 1 ચમચીસમારેલી કોથમીર
  11. 1 ચમચીઅજમો
  12. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  13. લીલી ચટણી માટે
  14. 1 વાટકો કોથમીર
  15. 1 કપફુદીનો
  16. 5લસણની કળી
  17. 4લીલા મરચા
  18. 4 ચમચીશીંગદાણા
  19. 1આદુનો ટુકડો
  20. 2 ચમચીલીંબુનો રસ
  21. 1 ચમચીમીઠુ
  22. 1/2 ચમચીખાંડ
  23. 3આઇસ ક્યૂબ
  24. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ છ બાફેલા બટાકા લેવા બે કપ બેસન લેવો તેમાં એક ચમચી અજમો નાખવો 1/2 ચમચી હળદર નાંખવી સ્વાદ અનુસાર મીઠું નાખવું

  2. 2

    પછી તેમાં પાણી નાખી ધીમે ધીમે હલાવો અને પકોડા માટેનો લોટ તૈયાર કરવો ત્યારબાદ લીલી ચટણી બનાવવા માટે એક વાટકો કોથમીર લેવી એક કપ ફુદીનો લેવો ચાર ચમચી શીંગદાણા લેવા પાંચ લસણની કળી લેવી 4 લીલાં મરચાં અને એક આદુનો ટુકડો લેવો 1 ચમચી મીઠું નાખવું 1/2 ચમચી ખાંડ નાખવી બે ચમચી લીંબુનો રસ નાખવો ત્રણ બરફના ટુકડા નાખવા અને મિક્સરમાં ક્રશ કરી સુંદર મજાની ચટણી બનાવવી અને એક બાઉલમાં ભરવી

  3. 3

    એક લોયામાં ૨ ચમચી તેલ લેવું તેલ ગરમ થયા પછી તેમાં 1/2 ચમચી જીરૂ નાખું ક્રશ કરેલું આદુ 1/2 ચમચી નાખવું 1/2 ચમચી હિંગ નાંખવી ક્રશ કરેલા સૂકા ધાણા નાંખવા 1/2 ચમચી હળદર નાંખવી એક ચમચી મરચું નાખવું એક ચમચી આમચૂર પાઉડર નાખવો ૧ ચમચી ગરમ મસાલો નાખો 1 ચમચી મીઠું નાખવું એક ચમચી સમારેલી કોથમીર નાંખવી આ બધાને હલાવી પકોડા માટેનો મસાલો તૈયાર કરો

  4. 4

    ત્યારબાદ બ્રેડ પર સૌપ્રથમ લીલી ચટણી પાથરવી તેના ઉપર લાલ ચટણી મૂકવી આમ બંને બ્રેડને લીલી ચટણી લગાવી અને બ્રેડ ઉપર પકોડા નો મસાલો મૂકી તેના ઉપર બીજી બ્રેડ મૂકી દબાવી અને ચપ્પુ વડે આડી કાપવી ત્યારબાદ એક લોયામાં ગરમ કરવા માટે તેલ લઇ તેમાં પકોડીનું નાખી ધીમે તાપે બ્રાઉન કલરનું થાય તેવું કરવું

  5. 5

    આમ બધા પકોડાને ક્રિસ્પી અને બ્રાઉન કલરના થાય તેવા તળવા ત્યાર બાદ એક ડીશમાં ગોઠવવા પછી આ પકોડા માં વચ્ચે ચપ્પુ વડે કાપી મોટા પકોડા ને નીચે ગોઠવી કાપેલા પકોડાને તેની ઉપર ગોઠવી લીલી ચટણી અને લાલ ચટણી સાથે સર્વ કરવા આપ પકોડા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે હા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes