કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 ચમચીતેલ
  2. 15-20 નંગકાજુના ટુકડા
  3. ચપટીહિંગ
  4. 1 કપડુંગળીની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીજીરું પાઉડર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 કપટામેટાની પ્યૂરી
  10. સ્વાદાનુંસાર મીઠું
  11. ચપટીખાંડ
  12. 1 કપછાશ
  13. થોડું પાણી
  14. 2 કપગાઠિયા જીણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
    તેલ ગરમ થઈ જાય એટલે કાજુને તેમાં સાંતળી લો. બાદમાં કાજુને પ્લેટમાં લઈ લો.આ જ પેનનો ઉપયોગ શાક બનાવવા માટે કરો. જે તેલ છે તે ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને ડુંગળીની પેસ્ટ સાંતળી લો. તે થોડી લાઈટ કલરની થાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર તેમજ ગરમ સમાલો ઉમેરીને મિક્સ કરી લો

  2. 2

    હવે તેમાં ટામેટાની પ્યૂરી ઉમેરી થોડીવાર ચડવા દો. તેમાં મીઠું અને ખાંડ પણ એડ કરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને બધા મસાલા એકબીજા સાથે ભળીને એકરસ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવુંસ્ટેપ 3:ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં છાશ ઉમેરીને મિક્સ કરી લો. થોડું પાણી પર ઉમેરવું.

    ગ્રેવી ઘટ્ટ રાખવી હોય તો પાણી તે પ્રમાણે નાખવું. હવે તેમાં કાજુ અને ગાઠિયા એડ કરીને મિક્સ કરી લો. 1-2 મિનિટ માટે ચડવા દો. તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ કાજુ-ગાઠિયાનું શાક. શાકને પ્લેટમાં લઈને બાજરાનો રોટલો કે પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes