હાંડવો

Rima Shah
Rima Shah @rima_03121972

#RB4
મારી મોટી દીકરી નો ફેવરીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામ કણકીકોરમુ
  2. ૧૦૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
  3. ૧ વાટકી દહીં
  4. ગોળ (તમારા ટેસ્ટ મુજબ)
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧ ચમચી હળદર
  7. દોઢ ચમચી લાલ મરચુ પાઉડર
  8. દોઢ ચમચી ધાણાજીરુ પાઉડર
  9. ૧ ચમચી અથાણા સંભાર
  10. ૨ ચમચી રાઈ
  11. ૧ ચમચી મેથી
  12. ૩-૪ ચમચી તલ
  13. ૨-૩ લાલ સૂકા મરચા
  14. ૮-૧૦ મીઠા લીમડા ના પાન
  15. ૨ ચમચા વઘાર માટે તેલ
  16. ૧ ચમચો તેલ ( ઘઉં નો લોટ મોહવા માટે)
  17. ૧ ચમચી ઈનો
  18. ૧ નાની ચમચી હીંગ
  19. ૫૦૦ ગ્રામ દૂધી (મેથીની ભાજી, પાલક ભાજી, મિક્ષ વેજીટેબલ પણ લઈ શકો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવારે મોટા વાટકામાં કેલ અને ઘઉં નો લોટ લઈ મોંઈકાઢો. પછી તેમાં કણકી કોરમુ દહીં ગોળ નાંખી હલાવી થોડું થોડું પાણી ઉમેરી ખીરું કરી ૩-૪ કલાક ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    તયારબાદ તેમાં ઉપર બતાવેલ મસાલા નાંખી બરાબર હલાવી લો.દૂધી છીણી ને ઉમેરી હલાવી લો.

  3. 3

    ૧ ચમચી ઈનો અને એની ઉપર પાણી નાંખી બરાબર હલાવી લો.

  4. 4

    હાંડવાના કૂકરમાં તેલ લઈ તેમાં ઘઉં નો ઝીણો લોટ નાંખી પેસ્ટ બંને તેને ચારેબાજુ ચોપડી લો પછી ખીરું કૂકરમાં નાંખી લો.

  5. 5

    ગેસ પર વઘાર્યું મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ મેથી હીંગ સૂકા મરચા લીમડી તલ અને છેલ્લે લાલ મરચુ પાઉડર નાંખી ગેસ બંધ કરી તૈયાર થયેલ વઘાર ને ચમચી વડે હાડ વા ના ખીરા પર ભભરાવી લો.

  6. 6

    આમ કૂકરને રેતી ઉપર કૂકર મૂકી શરૂઆત મા ૫-૭ મિનીટ ફુલ ગેસ પર અને પછી ધીમી આંચ પર ૧/૨ - પોણો કલાક ચઢવા દો.

  7. 7

    આમ ગરમા ગરમ હાંડવો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes