લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#LB

શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 વાડકીચોખા
  2. 1 વાડકીમગ ની દાળ
  3. 1 વાડકીઅડદ ની દાળ
  4. 1 વાડકીચણા ની દાળ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીલસણ લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચીખાવાનો સોડા
  9. તેલ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને બધી દાળ મિક્સ કરી ઘંટી માં દળી લેવું. હવે એક બાઉલમાં જોઈતા પ્રમાણમાં લોટ લઈ તેમાં દહીં અને પાણી નાખી ખીરા જેવું બનાવી લો. તેને 4 થી 5 કલાક આથો આવવા દો. ત્યાર બાદ તેમાં હળદર, લીલાં મરચાં લસણ ની પેસ્ટ, મીઠું, ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો. થાળી માં તેલ લગાવી ખીરું નાખી ઉપર લાલ મરચું ભભરાવો. હવે ઢોકળીયા માં ઢોકળા ની થાળી મુકી ઢાંકણ બંધ કરી કુક થવા દો.

  3. 3

    થઈ જાય એટલે તેની પર તેલ લગાવીને તેના પીસ કરી લો.. તો તૈયાર છે ગરમા ગરમ લાઈવ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes