ફણગાવેલા મગના અપ્પમ (Sprouted Moong Appam recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#LB
#cookpadgujarati
#cookpadindia
#cookpad
બાળકોના શરીર અને મગજના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. દરેક જાતના કઠોળમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેમાં પણ જો કઠોળને ફણગાવીને વાપરવામાં આવે તો તેમાંથી પ્રોટીન ખુબ સારું મળે છે.
એટલા માટે મેં આજે બાળકોના લંચ બોક્સ માટે ફણગાવેલા મગના અપ્પમ બનાવ્યા છે. આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેથી બાળકો હોશે હોશે ખાવાનું પસંદ કરે છે સાથે જ ફણગાવેલા મગનું પ્રોટીન પણ તેમના શરીરને મળે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
આ ઉપરાંત ફણગાવેલા મગના અપ્પમ ખૂબ જ ઓછા તેલથી બની જાય છે જેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી તરીકે ડાયટિંગ કરતા લોકો પણ મનભરીને ખાઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપફણગાવેલા મગ
  2. 1/2 કપપૈવા (ધોઈને કોરા કરેલા)
  3. 1ઈંચ આદુનો ટુકડો
  4. 2 નંગલીલા મરચાં
  5. 1/2 કપખાટી છાશ
  6. 1/4 કપરવો
  7. 1/4 કપખમણેલું ગાજર
  8. 1/4 કપસમારેલી ડુંગળી
  9. 2 Tbspસમારેલા લીલા ધાણા
  10. 2 Tbspસમારેલા લીલા કેપ્સિકમ
  11. 1 Tspશેકેલ જીરુ પાવડર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 Tspઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં ફણગાવેલા મગ, ધોઇને કોરા કરેલા પૈવા, આદુ અને લીલા મરચા ઉમેરો.

  2. 2

    તેમાં ખાટી છાશ ઉમેરી, ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    આ પેસ્ટને એક બાઉલમાં ટ્રાન્સફર કરી તેમાં રવો, ગાજર અને સમારેલી ડુંગળી ઉમેરો.

  4. 4

    તેમાં સમારેલા લીલા ધાણા અને સમારેલા લીલા કેપ્સિકમ ઉમેરો.

  5. 5

    હવે તેમાં શેકેલુ જીરૂ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  6. 6

    બધુ બરાબર રીતે મિક્સ કરી એક થીક બેટર તૈયાર કરો.

  7. 7

    અપ્પમ બનાવતી વખતે અપ્પમ સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલા બેટર માં ઈનો ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

  8. 8

    ત્યારબાદ બેટરને અપ્પમ સ્ટેન્ડમાં ભરી મીડીયમ ફ્લેમ પર બંને તરફથી કુક કરો.

  9. 9

    જેથી ફણગાવેલા મગના અપ્પમ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  10. 10

    આ અપ્પમ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

  11. 11

    આ અપ્પમને બાળકોના લંચબોક્સમાં, સવારના નાસ્તામાં કે સાંજના સમયે લાઇટ ડિનર તરીકે સર્વ કરી શકાય.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes