કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#VR
#MBR8
શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1/2 કપકાળા તલ
  2. 2-3 ચમચીગુંદ
  3. 2 ચમચીતલ નુંતેલ(ગુંદ તળવાં માટે)
  4. 8-10 નંગકાળો ખજૂર
  5. 2 ચમચીકાજુ અધ્ધકચરો ભૂકો
  6. 2-3 ચમચીબદામ કતરણ
  7. 1/4 કપગોળ પાઉડર
  8. 1/4 ચમચીસૂંઠ પાઉડર
  9. 1/4 ચમચીપીપરીમૂળ પાઉડર
  10. 1/2 ચમચીમગજતરી નાં બી
  11. 2 ચમચીસૂકાં કોપરા નો પાઉડર
  12. 1-2 ચમચીતલ નું તેલ
  13. 1/2 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

3 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલ ને ધીમાં તાપે 2 મિનિટ શેકી લો.તેને પ્લેટ માં લઈ ઠંડા થવાં દો.પેન માં તલ નું તેલ ગરમ કરી ગુંદ ને પણ તળી લો.

  2. 2

    ખજૂર માંથી બીજ દૂર કરી નાના ટુકડાં કરવાં. ગ્રાઈન્ડર માં તલ અને ખજૂર ક્રશ કરવાં.

  3. 3

    તેમાં ગોળ અને તલ નું તેલ ઉમેરી ફરી ચર્ન કરો. તેને બાઉલ માં લઈ તેમાં સૂંઠ પાઉડર,ગંઠોડા પાઉડર,કોપરું,મગજતરી નાં બી,બદામ,કાજુ ઉમેરી હાથે થી મસળી તલ નું તેલ અને ગુંદ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ગુંદ,બદામ,કાજુ,કોપરું અને ખસખસ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes