તિરંગા સુજી ઢોકળા

pooja patel
pooja patel @cook_17376037
ધંધુકા, અમદાવાદ

#ફ્રેન્ડ #મહારાણી #ફર્સ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
5વ્યક્તિ
  1. કેસરી બેટર માટેની સામગ્રી :
  2. 1વાટકી સુજી
  3. 1ગ્લાસ છાસ
  4. 1ગાજર ક્રશ કરેલું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1 ચમચીખાંડ
  8. અડધી ચમચી સોડા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. સફેદ બેટરની સામગ્રી :
  11. 1વાટકી સુજી
  12. 1ગ્લાસ છાસ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. 1 ચમચીખાંડ
  15. અડધી ચમચી સોડા
  16. સ્વાદ મુજબ મીઠું
  17. લીલા બેટરની સામગ્રી :
  18. 1વાટકી સુજી
  19. 1ગ્લાસ છાસ
  20. 3 ચમચીલીલા ધાણા અને પાલકની પેસ્ટ
  21. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  22. 1 ચમચીલીંબુનો રસ
  23. 1 ચમચીખાંડ
  24. અડધી ચમચી સોડા
  25. મીઠું સ્વાદ મુજબ
  26. વઘાર માટેની સામગ્રી :
  27. 2 ચમચીતલ
  28. 1 ચમચીરાઈ
  29. ચપટીહિંગ
  30. 7-8મીઠાં લીમડા નાં પાન
  31. લીલા ધાણા
  32. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળાના કુકરમાં પાણી ગરમ થવા મૂકી દો..

  2. 2

    હવે લીલા બેટર માટેની બધી સામગ્રી લઇને છાસની મદદ થી મિશ્રણ તૈયાર કરી લો..આ બેટર ને ગ્રીસ કરેલી ઢોકળાની ડીસમાં નાખી ને ટેપ કરી બાફવા મૂકી દો..

  3. 3

    સફેદ બેટરની બધી સામગ્રી લઇ છાસની મદદથી મિશ્રણ બનાવી લો.. લીલું બેટર થોડું ઉપર ચડી જાય એટલે સફેદ બેટરનું મિશ્રણ નાખી બફાવા દો...

  4. 4

    કેસરી બેટરની બધી સામગ્રી લઇ છાસની મદદ થી બેટર બનાવી લો.. હવે તેને સફેદ બેટરની ઉપર પાથરી બફાવા દો.. હવે કુલ 15 -20 મિનિટ બફાવા દો..

  5. 5

    ઢોકળા થઇ જાય ત્યારબાદ કાપી લો.. હવે વઘાર માટે તેલ લઇ તેમાં રાઈ,મીઠાં લીમડાના પાન,તલ અને હિંગ ઉમેરી તે વઘારને ઢોકળા ઉપર નાખી દો.. હવે આપણા તિરંગા સુજી ઢોકળા બિલકુલ તૈયાર છે.. તેને ઉપર થી લીલા ધાણા થી ગાર્નિશ કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pooja patel
pooja patel @cook_17376037
પર
ધંધુકા, અમદાવાદ
હાઉસ-વાઈફYoutube Recipe Channel
વધુ વાંચો

Similar Recipes