ઠાકોર થાલ

ક્રિષ્ના બારમેડા
ક્રિષ્ના બારમેડા @cook_17615426

ઘઉ ચણાનો લોટ નો શીરો, થેપલા પરોઠાં
દાળ ,સખડી ભાત,કંટોલા નું શાક, સરગવાની શીંગ બાફેલી નુ શાક , કાકડી લીંબુ અને મરચા અને છાશ .

ઠાકોર થાલ

ઘઉ ચણાનો લોટ નો શીરો, થેપલા પરોઠાં
દાળ ,સખડી ભાત,કંટોલા નું શાક, સરગવાની શીંગ બાફેલી નુ શાક , કાકડી લીંબુ અને મરચા અને છાશ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨_વ્યકતી માટે.
  1. શિરા માટે
  2. ૨_ચમચી ઘઉ નો લોટ,૨_ચમચી ચણાનો લોટ,૩_ચમચી
  3. ઘી,૩_ચમચી ખાંડ અથવા ગોળ
  4. ૧૦૦ ગ્રામ કંટોલા,૨ નંગ સરગવાની શીંગ બાફેલી,૧_
  5. વાડકી બાફેલી તુવેરની દાળ,૧_વાડકી બાફી ને ઓસાવેલા ભાત,૧ વાડકી ખાટી છાશ _૧ ચમચો ચણાનો લોટ સરગવા ના શાક માટે,૧નંગ કાકડી સુધારેલી,૨નંગ લીલા મરચા ૧ નંગ લીંબુ, થેપલા અને પરોઠાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બન્ને લોટ મીકસ કરી ને ગુલાબી શેકી લો, શેકાઈ જાય એટલે તેમાં અડધી વાટકી પાણી નાખી હલાવી ને ખાંડ અથવા ગોળ ઉમેરી અને હલાવી ઘી છુટું પડે એટલે એક વાડકી માં કાઢી લેવું.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી ને બાફેલી તુવેરની દાળ વઘારો.તેમાં મીઠું મરચું હળદર અને લીલો લીમડાના પાન સુધારેલું ટમેટું અને લિંબુ નો રસ મિક્સ કરી ઉકાળી લો અને તેને એક વાડકી માં કાઢી લેવું.

  3. 3

    કંટોલા ની છાલ ઉતારી અને ઉભી ચીરી કરી ને સુધારવાની પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કંટોલા વઘારવા, હલાવી ને મીઠું મરચું હળદર ધાણાજીરું પાવડર અને ગરમમસાલો નાખી હલાવી ને ઉપર પાણી નીથાલી ઢાકીચડાવી લેવું.થી જાય પછી તેને એક વાડકી માં કાઢી લેવું.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં ખાટી છાશ અને ચણાનો લોટ મીક્સ કરી ને લીમડાના પાન નાખી વઘાર કરો.સતત હલાવી ને બાફેલી સરગવાની શીંગ નાખી મીઠું મરચું હળદર ઉમેરીને બરાબર હલાવો.થઈ જાય એટલે એક વાડકી માં કાઢી લેવું.

  5. 5

    એક તપેલીમાં પાણી નાખી ઉકાળવું અને તેમાં એક ચમચી તેલ નાખી અને પલારેલા ચોખા નાખી એક ઉભરો આવે ત્યાં સુધી બાફો અને એક ચારણીમાં કાઢી નાખવા,એક વાડકી માં કાઢી લેવા.

  6. 6

    થેપલા આપણે જે રોજ બનાવતા હોય તે અને પરોઠાં પણ આપણી રૂચિ મુજબ બનાવવા.

  7. 7

    ઝીણી સમારેલી કાકડી લીંબુ અને મરચા પીરસવા અને સાથે છાશ આપવામાં આવે તો તો પછી પૂછવું જ શું ?ખરું ને

  8. 8

    આમાં આપણે ક્યાંય પણ હિંગ નો વઘાર નથી કરતા, કેમ કે ઠાકોરજીની સામગ્રી માં તેનો બાદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ક્રિષ્ના બારમેડા
પર

ટિપ્પણીઓ

Similar Recipes