ખજૂર નાં લાડુ

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

# ઇબુક ૧
# રેસીપી - ૨
શિયાળા માં સવાર માં ખાવા માટે ખૂબ જ સારા રહે છે.આમાં આયર્ન મળે છે.અને થાક બેચેની માં આ ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.અને આમાં ખાંડ નથી આવતી જેથી વધુ હેલ્ધી છે.

ખજૂર નાં લાડુ

# ઇબુક ૧
# રેસીપી - ૨
શિયાળા માં સવાર માં ખાવા માટે ખૂબ જ સારા રહે છે.આમાં આયર્ન મળે છે.અને થાક બેચેની માં આ ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.અને આમાં ખાંડ નથી આવતી જેથી વધુ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ - ગ્રામ ખજૂર
  2. ૨ - ચમચી ઘી
  3. ૨ - ચમચી સુકુ કોપરું
  4. ૨ - ચમચી બદામ નાં ટુકડા
  5. ૨ - ચમચી કાજુ ના ટુકડા
  6. ૧ - ચમચી અખરોટના ટુકડા
  7. ૧ - ચમચી પિસ્તા ના ટુકડા
  8. ૨ - ચમચી તળેલો ગુદર
  9. # સુંઠ, ગંઠોડા, ઈલાયચી પાવડર બધું જરૂર મુજબ લેવું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર ને બરાબર ધોઈ ને ઠળીયા કાઢી અને થોડી વાર પલાળી રાખી પછી.નીતારી લો. ડ્રાય ફ્રુટ ને પેનમાં થોડુ સેકી લો.ઓછી ટૂકડા કરીલો અથવા ક્રશ કરી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરી તેમાં પહેલા ગુંદર તળી લો અને ડીશ માં કાઢી લો.હવે આજ ઘી માં ખજૂર ને શેકવી સોફ્ટ થાય ત્યાં સુધી. જરૂર લાગે તો ૨ ચમચી દૂધ નાખી શેકવું.

  3. 3

    ખજૂર સોફ્ટ થાય પછી બધું જ આમાં ઉમેરો દો.(થોડુ કોપરાનું છીણ ઉપર ભભરાવવા માટે રાખવું.) બધુ બરાબર મિક્સ કરીને એક ડીશ માં કાઢી લો.થોડુ ઠંડું થવા દો.

  4. 4

    ઠંડું પડે એટલે હાથેથી નાનાં લાડુ બનાવી અને બધા લાડુ ને કોપરા ના છીણ માં રગદોળી લો હવે તૈયાર છે હેલ્ધી ખજૂરના લાડુ.

  5. 5

    નાના મોટા દરેક માટે આ લાડુ ખૂબજ ફાયદાકારક છે રોજ સવારે એક ખાવાથી એના ગુણો નો લાભ લઇ શકશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

ટિપ્પણીઓ

Similar Recipes