આલ્મન્ડ & બનાના સ્મુધી

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#ફ્રૂટ્સ
#ઇબુક૧
#વાનગી-૨૦

આલ્મન્ડ & બનાના સ્મુધી

#ફ્રૂટ્સ
#ઇબુક૧
#વાનગી-૨૦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ - નંગ પાકું કેળું
  2. ૬ - નંગ પલાળેલી બદામ
  3. ૧ - કપ દૂધ ઠંડું લેવું
  4. ૧ - ચમચી ખાંડ
  5. ૧/૨ ચમચી પિસ્તા ની કતરણ
  6. ૨ થી ૩ - આઈસ કયુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બદામ ને ૨ થી ૩ કલાક પહેલા પલાળી રાખો. એક ફ્રેશ પાકું કેળું લઈ એની છાલ ઉતારી અને ટુકડા કરો.બદામની પણ છાલ કાઢી ટૂકડા કરીલો.

  2. 2

    મિક્સર જાર માં જ સીધા ટુકડા કરી નાખવા.કેળા, બદામ નાં ટુકડા નાખી, એમાં ખાંડ અને અડધો કપ દૂધ નાખી ક્રશ કરવું. ચેક કરો જરૂર લાગે તો વધુ ક્રશ કરવું. એકદમ સ્મૂધ થઈ જશે.

  3. 3

    હવે બાકીનું દૂધ અને આઈસ કયુબ નાખી ફરી એકવાર ક્રશ કરીલો.તો તૈયાર છે,આલ્મન્ડ & બનાના સમૂધી તો ગ્લાસ માં સર્વ કરી ઉપર થી પિસ્તા કતરણ થી ગાર્નિશ કરો.આને બનાવી ને તુરંત જ સર્વ કરો.. કેળા નું હોવાથી એનો કલર બદલાય જાય છે.

  4. 4

    બાળકોને બ્રેક ફાસ્ટ માં અથવા સાંજે પણ આપી શકાય છે.આમા દુધ,નટસ અને ફ્રુટ બધું જ આવી જાય છે.પરફેકટ રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

ટિપ્પણીઓ

Similar Recipes