ફુદીનાની ચટણી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફુદીનો 25 થી 30 ડાળીઓ
  2. કોથમીર 10 થી 15 ડાળીઓ
  3. 1 ચમચીજીરૂ
  4. દાળિયા ની દાળ થોડી માત્રામાં
  5. 2-3નંગ લીલા મરચા
  6. સંચર કા તો મીઠું સ્વાદાનુસાર
  7. 1-2 ચમચીખાંડ
  8. લીંબુ
  9. 1નંગ આદુ નો કટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફુદીનો લઈ અને દાંડીથી એના કૂણાં પાનને અલગ કરી લો. દાંડીઓ ફેકવાની નથી એને અલગ રાખી દો.

  2. 2

    હવે કોથમીર લો અને એને સુધારી લો.

  3. 3

    હવે આદુ અને મરચા લઇ અને એની પણ સુધારી લો.

  4. 4

    હવે કોથમીર,મરચા,ફુદીનો બધું સરખું ધોઇ નાખો અને એની કોરું થવા માટે સાઈડમાં રાખી દો

  5. 5

    હવે મિક્સરમાં બાઉલમાં કોથમીર,મરચા, ફુદીનો, દાળિયા ની દાળ,જીરુ, ખાંડ અને સ્વાદ અનુસાર સંચળ બધું નાખી દો.

  6. 6

    હવે એને મિક્સર થી સરખું મિશ્રણ કરી દો અને પછી એને સર્વ બાઉલમાં કાઢી લો.

  7. 7

    ફુદીનાની ચટણી અને તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો જેમ કે ઢોકળા,ઈટલી, ઢોસા, સેન્ડવીચ દહીપુરી ને ગુજરાતી ડીસ સાથે પણ સર્વ કરી શકાય છે.

  8. 8

    ફુદીનાની ચટણી ખૂબ જલ્દી છે જે લોકોને પેટને લગતી તકલીફ પડતી હોય એ જો આ ચટણી રોજ ખાય તો એને પેટમાં ખૂબ જ રાહત મળે છે.

  9. 9

    ફુદીના ખાવામાં ખૂબ જલ્દી છે પછી એ ફુદીનાનું શરબત હોય પછી,ફુદીનાની ચટણી ની હોય કે,ફુદીનાની ચા હોય પણ આ ફુદીનો ૧૨ મહિનાથી ફુદીનો મળતો ના હોય એટલે ફુદીનાને તમે ઘરમાં કેમ વાવી શકો શકો એ પણ હું તમને અત્યારે બતાવીશ.

  10. 10

    સૌ પ્રથમ જે આપણે ફુદીના ની ડાળીઓ અલગ રાખી છે એને લઈ લો અને એક કુંડામાં માટી નાખી અલગ-અલગ એને વાવી દો અને થોડું થોડું પાણી નાખો.

  11. 11

    અને થોડી-થોડી માત્રામાં પાણી પાઓ અને એને તડકો આવે એ જગ્યાએ રાખો એટલે થોડાક જ દિવસની અંદર ફુદીનાની ડાળીઓના પાન આવવા લાગશે.

  12. 12

    મેં પોતે પણ આ રીતે ફુદીનો ઉગાવેલ છે તમે પણ જો આ રીતે કરશો તો તમે બારે મહિના સુધીનો તાજો ફુદીનાની ચટણી,ફુદીનાનું પાણી, ફુદીનાની ચા, ફુદીનાનું શરબત કાંઈ પણ પી શકો નો લાભ લઈ શકશો.

  13. 13

    હોટલમાં ફુદીનાની ચટણી ને ભુંગળા સાથે સર્વ કરવામાં આવે છે.તમે પણ ભુંગળા સાથે ફુદીનાની ચટણી ખાઇ શકો છો.

  14. 14

    તૈયાર છે ફુદીનાની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes