રોટલી ના સમોસા

khushi
khushi @cook_21610909

#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે.

રોટલી ના સમોસા

#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વધેલી ત્રણ રોટલી
  2. 1વાટકી બટાકા નુ શાક
  3. અડધી વાટકી મેંદો
  4. બે-ત્રણ ચમચી પાણી
  5. અડધી કડાઈ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વધેલી ત્રણ રોટલી, એક વાટકી બટાકાનું શાક અને અડધી વાટકી મેંદો લો.

  2. 2

    હવે રોટલી ને અડધી અડધી કરીને છ ટુકડા કરો. એક વાટકી મેંદામાં ત્રણ ચાર ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરો. હવે રોટલીનો ટુકડો લઇ તેને કોન ની જેમ વાળી લો અને મેંદા થી ચીપકાવી દો.

  3. 3

    હવે રોટલીના કોનમા એક ચમચી બટાકાનું શાક ભરો.આવી જ રીતે બીજા બધા જ ટુકડામાં શાક ભરો અને આ ટુકડાઓને મેંદા થી સીલ કરો. હવે એક કડાઈમાં તેલ લો.

  4. 4

    હવે આ રોટલીના સમોસા ને તેલમાં ફ્રાય કરો.પછી તેને કેચપ સાથે સર્વ કરો. તો તૈયાર છે રોટલી ના સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushi
khushi @cook_21610909
પર

ટિપ્પણીઓ

Similar Recipes