રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં માં ચોખાનો અને ૨ ચમચા જેટલો મેંદો મિક્સ કરી લઈ તેમાં તેલનું મોણ નાખી અને પાણી થી બહુ ઢીલો નહી એવો લોટ બાંધી લો.અને સાઇડ માં મૂકી દો.
- 2
હવે કોબી,ગાજર, ફલાવર ને છીણી લો અને મરચા ની ને લસણ ની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક પેન માં તેલ ગરમ થાય એટલે લસણ ની ને લીલાં મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો સાથે કાળા તલ પણ ઉમેરી દો.
- 3
ત્યારબાદ છીણેલા શાક એડ કરી ૫ થી ૭ મિનીટ સાંતળો. હવે તેમાં મરી પાવડર એડ કરો.
- 4
સોયા સોસ અને ચીલી સોસ સાથે લાલ મરચું પાવડર પણ નાખી દો.
- 5
સ્વાદ મુજબ મીઠું નાખી થોડા કાળા તલ ઉપર થી ભભરાવી દો. જેથી દેખાવ અને ટેસ્ટ સારો લાગે.તૈયાર છે મોમોસ નું સ્ટફિંગ
- 6
હવે લોટ ને મસળી ને નાનાં લુઆ કરી તેની નાની પૂરી વણી ને એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી ને કાંગરી વાળી ને કચોરી નો આકાર આપી દો એવી રીતે બધાં મોમોસ તૈયાર કરી લો.હવે એક સ્ટીમર માં નીચે પાણી નાખી ને ઢાંકણ બંધ કરી ને ગરમ થાય વરાળ નીકળે એટલે સ્ટીમર ની ડિશ પર તેલ થી ગ્રીસ કરી બધાં મોમોસ ગોઠવી દો. અને સ્ટીમર બંધ કરી ને ૧૫ મિનીટ માટે બાફો.
- 7
ત્યારબાદ સ્ટીમર ખોલી ને બધાં મોમોસ પ્લેટ માં કાઢી લઈ અને સેઝવાન અને ટોમેટો કેચઅપ ની મિક્સ કરેલી ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ રાઈસ વેજ મોમોસ (મોમો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)
#વીકમીલ૩સ્ટીમ અથવા ફ્રાઈડઆ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે. Vatsala Desai -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
-
વેજ. મોમોઝ
#ઇબુક૧#૪૪મોમો એ નોન ઈન્ડિયન વાનગી છે. સિમ્પલ ભાષા માં કહીએ તો મોમો એટલે હિમાલયનાં બાફેલાં ભજિયાં. મૂળ તિબેટનાં એવાં આ મોમોસ નેપાલ અને ભુતાનમાં પણ સ્ટ્રીટ-ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે. મેંદાના લોટમાંથી બનતી આ વાનગી ગરમાગરમ ખવાતી હોવાથી વેઇટ-કૉન્શિયસ લોકોમાં એ ભજિયાંનું સ્થાન લઈ રહી છે. Chhaya Panchal -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
-
-
વેજ મોમોઝ (Veg Momos Recipe In Gujarati)
પ્રથમવાર એક હિલ સ્ટેશન ઉપર મોમોઝ નો ટેસ્ટ કર્યો પછી આ બનાવવાની જાતે બનાવવાની ઇચ્છા થઈBhoomi Harshal Joshi
-
ચૂઈ મૂઈ રાઈસ પ્લેટર
#ચોખા/ભાતઅહીં ભાત અને એના ઓસામણ માં થી મેં ચાઇનીઝ પ્લેટર તૈયાર કર્યું છે, ભાત માં થી મન્ચુરીયન તૈયાર કર્યો છે અને ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે અને ભાત ના ઓસામણ માં થી ચાઇનીઝ સૂપ તૈયાર કર્યો છે. Shweta Shah -
-
વેજ.મોમોજ વીથ થિલરમોમો ચટણી (veg momos Recipe in Gujarati)
#GA4#WEEK14 #momosનાના મોટા સૌ કોઈને ભાવતી અને ડાયટમાં પણ ઉપયોગી એવી આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં થિલર ચટણી બનાવી છે તે ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જતી નોન cook રેસીપી છે તે momos સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati
#goldenapron3 week23આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. Vatsala Desai -
વેજી.નૂડલ્સ મોમોઝ (Veg Noodles momos Recipe In Gujarati)
#goldenapron3#week14#ઈબૂક૧#પોસ્ટ૩૮ Rupal maniar -
સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)
મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે .#ઈસ્ટ Dolly Porecha -
રાઈસ મન્ચુરીયન
#સુપરશેફ૪બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે. Bhavisha Hirapara -
-
વેજ હક્કા રાઈસ ફ્લોર નૂડલ્સ
#રાઈસ#ફ્યુઝનમે અહી નૂડલ્સ ચોખા ના લોટ માંથી બનાવ્યા છે, એકદમ હેલ્ધી ઓપ્શન .. Radhika Nirav Trivedi -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)