સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#મોમ
મારા મોટા સાસુ પાસે થી શીખી છે મે આ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4સરગવા ની શીંગ
  2. 2બટેટા
  3. 2ચમચા તેલ
  4. 1 ચમચીલસણ ની ચટણી
  5. 2 ચમચીભરેલા શાક નો મસાલો ગાંઠીયા ચવાણુ નો ભૂકો
  6. 1 ચમચીલાલ મરચુ
  7. 1 ચમચીધાણાજીરુ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીનમક
  10. 2 ચમચીદંહી
  11. 1 ચમચીજીરુ
  12. 1/2 ચમચીહીંગ
  13. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવા ની શીંગ અને બટેટા ને કાપી પાણી અને નમક નાખી બાફી લો

  2. 2

    હવે એક બાઉલ મા ભરેલા શાક નો મસાલો,લાલ મરચુ,ધાણાજીરુ,હળદર,નમક,લસણ ની ચટણી લો અને એમા દંહી નાખી મીક્સ કરો બધુ બરાબર

  3. 3

    હવે અક વાસણ મા તેલ લો તેલ ગરમ થાય એટલે તેમા જીરુ અને હીંગ નાખો ત્યાર બાદ તેમા જે મસાલો તૈયાર કરયો છે એ નાખો અને ૩/૪ મીનીટ ધીમા ગેસ પર હલાવો

  4. 4

    હવે તેમા બાફેલી સરગવા ની શીંગ અને બટેટા પાણી સહીત નાખી દો અને ધીમા ગેસ પર ૩/૪ મીનીટ રેવા દો

  5. 5

    તૈયાર છે સરગવા ની શીંગ અને બટેટા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes