રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં લોટ ચાળી લો. તેમાં મીઠું ઉમેરી સરખું મીકસ કરવું ત્યારબાદ દૂધ લઈ થોડું થોડું ઉમેરતા જઈ લોટ બાંધવો.
- 2
લોટ બંધાઈ જાય એટલે તેલ લઇને લોટને ખૂબ ફૂણવવો. ત્યારબાદ એકસરખાં લૂઆ પાડી રોટલી વણવી. અને ગેસ પર ફૂલાવી લેવી અને ધી લગાડી લેવુ.
- 3
દૂધ થી લોટ બાંધવાથી અને ચોખાના અટામણમાં રોટલી કરવાથી એકદમ સફેદ, પોંચી અને ફૂલેલી થાય છે.
- 4
તો તૈયાર છે ફૂલકા રોટલી પીરસવા માટે.
Similar Recipes
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
-
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
-
-
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas -
-
-
-
-
-
-
પડવાળી રોટલી (Layer Roti Recipe In Gujarati)
#GA4#WEEK4Gujaratiઆખી દુનિયામાં ફરો પણ રોટલીનું નામ પડે એટલે ગુજરાતી રોટલી જ યાદ આવી જાય ,આપણી રોટલી જેવી દુનિયામાં ક્યાંય રોટલી બનતી નહીં હોય ,અને ગુજરાતી ગૃહિણી જેવીરોટલી કદાચ કોઈ ભાગ્યે જ બનાવી શકે ,એક સાથે પૂરું ફેમિલી ,નવ થી દસ વ્યક્તિજમવા બેઠી હોય અને દરેકના ભાણામાં એક -એક ગરમાગરમ ફુલ્કા પીરસવા એ ખુબમોટી વાત છે ,ગુજરાતી રોટલીમાં પણ કેટલીયે પ્રકારની બને છે ,ફુલ્કા રોટી ,લેચી રોટી ,સ્વામી નારાયણની રોટી ,વાળીને બનાવતી રોટલી ,સાતપડી રોટલી અને ખાસ તો નાનાબાળકો માટે જે ચાંદરડું-નાની નાની રોટલી ,,,રોટલી ભોજનશાસ્ત્રની દ્રષ્ટિ એ પણપચવામાં ખુબ જ હલકી છે ,,અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિના સંકોચે ખાઈ શકે છે ,,ખાસ કરીને ઘઉંમાં જે ગ્લુટન નું પ્રમાણ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ પોષક છે ,,ભર ઉનાળો હોય ,,,તપેલુંભરીને કેરીનો રસ કાઢ્યો હોય અને સાથે ભરેલા શાક ,ત્યારેપડવાળી રોટલી જ બનાવવામાં આવે છે ,રસ સાથે ઘી થી નીતરતી પડવાળી રોટલીખાવાની મજા એટલી આવે છે કે ના પૂછો વાત ,મારા ઘરે બધાને પડવાળી રોટલીવધુ ભાવે છે ,,પડવાળી રોટલી વણવી ,શેકવી ,તે પણ કલા છે ,,રોટલી વણીનેતમે તાવડી કે લોઢીમાં નાખો અને જેમ જેમ રોટલી શેકાતી જાય તેમ તેના પડ પણ ખુલતાજાય ,,,અને છેલ્લે જયારે તમે લોઢીમાં થી રોટલી લઇ થાળીમાં મુકો ત્યારે તેની મેળે જબન્ને પડ છુટ્ટા પડી જાય છે ,,,પડ બનાવવાની આ પણ કલા છે ,,આ રોટલી ખુબ જમીઠી લાગે છે ,,,આ રોટલીમાં ઘી હાથ વડે કે વાટકી વડે જ લગાવાય છે ,અને ઘીનુંપ્રમાણ પણ વધુ હોય છે ,,ગુજરાતીમાં તો લગ્નગીત પણ છે ,,,"કાંઠા તે ઘઉંની રોટલીમારી માતા પિરસણે હોય,",,,,, Juliben Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
સોફ્ટ ફૂલકા રોટી (Soft Fulka Roti Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12605770
ટિપ્પણીઓ (4)