દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ_૪
લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે

દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ_૪
લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 250 ગ્રામદૂધી
  2. 125 ગ્રામચણાની દાળ (3 કલાક માટે પલાળી રાખો)
  3. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીઆદુની પેસ્ટ
  6. 1/4 ચમચીગરમ મસાલો
  7. 1/2લાલ મરચું પાઉડર
  8. 1/2હળદર પાઉડર
  9. 1 મોટી ચમચીધાણાજીરૂ
  10. 1 મોટી ચમચીખાંડ (નાખવી હોય તો)
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરૂ
  14. ચપટીહિંગ
  15. 1આખું સૂકું લાલ મરચું
  16. લીમડાના પાન
  17. 3-4 ચમચીતેલ (તમે વધારે પણ લઈ શકો)
  18. 1 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કૂકરમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પલાળેલી ચણાની દાળ ધોઈને નિતારી લો અને કૂકરમાં પાણી ઉકળે એટલે તેમાં ચણાની દાળ ઉમેરો. હવે દૂધીની છાલ ઉતારી ટુકડા કરી ધોઈને એ પણ કૂકરમાં ઉમેરો. હવે શાકમાં મસાલા ઉમેરી 5 મિનિટ બાદ કૂકર બંધ કરી પ્રથમ મોટા તાપે 2 સીટી વગાડી 5 મિનિટ સુધી તાપ ધીમો કરી લો. 5 મિનિટ બાદ ફરી મોટા તાપે 2 સીટી વગાડી લો.

  2. 2

    ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી દો. હવે વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, હીંગ ઉમેરો અને મરચું સાથે લીમડાના પાન ચપટી હળદર,લાલ મરચું પાઉડર ઉમેરીને ગેસ બંધ કરી 2 ચમચી પાણી ઉમેરી શાકમાં રેડી દો.

  3. 3

    હવે સમારેલી કોથમીર ઉમેરો બરાબર મિક્સ કરી સર્વીંગ ડીશમા કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes