ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ

ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)

(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. 1પેકેટ કોઈપણ ચોકલેટ ક્રીમ બિસ્કીટ
  3. ત્રણથી ચાર પારલે જી બિસ્કીટ
  4. 1/2ચમચી ખાવાનો સોડા
  5. 1ડેરી મિલ્ક ચોકલેટ
  6. અડધો બાઉલ દૂધ
  7. દોઢ ચમચી તેલ
  8. ગાર્નીશિંગ માટે ની સામગ્રી
  9. 1 ચમચીચોકલેટ પાઉડર
  10. 2 ચમચીદળેલી સાકર
  11. બેથી ત્રણ ચમચી દૂધ
  12. 2હાઈડ એન્ડ સીક બિસ્કીટ
  13. 1ડેરી મિલ્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચાર ઓરિયો બિસ્કિટ ના પેકેટ એક કોઈપણ ચોકલેટ ક્રીમ બિસ્કિટનું પેકેટ ત્રણથી ચાર પારલે જી બિસ્કીટ લઈ તેને હાથથી તોડી લેવા

  2. 2

    હવે એક મિક્સર જારમાંલઈ તેમાં આ બધા બિસ્કીટ નાંખી તેને ક્રશ કરી લેવા હવે તેમાં ક્રશ થઈ જાય એટલે 1/2ચમચી સોડા ઉમેરી ફરીથી ક્રશ કરો

  3. 3

    હવે ફરીથી તેને બાઉલમાં કાઢી તેમાં અડધો બાઉલ દૂધ ઉમેરી કેક માટેનુંખીરૂં તૈયાર કરવું

  4. 4

    હવે એક એલ્યુમિનિયમ ના વાસણ માં ચમચી તેલ લઈ તેને ગ્રીસ કરવું હવે આ તૈયાર કરેલા કેકના ખીરાને તેમાં નાખી દેવું અને તેના ઉપર એક ડેરી મિલ્ક ચોકલેટના ટુકડા કરી ભભરાવી દેવા

  5. 5

    હવે કુકરમાંથી રીંગકાઢી લેવી અને તેને ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવુંહવે તેમાં નાખી ચેક કરવા માટે નો ડબ્બો મૂકી દેવો અને કૂકરના ઢાંકણ બંધ કરી દેવું કુકરમાંથી રીંગ કાઢી લેવી અને સીટી લગાવેલી રાખવી 20થી 25 મિનિટ ધીમા તાપે ચઢવા દેવું

  6. 6

    પચીસેક મીનીટ થાય એટલે કૂકરના ઢાંકણ ખોલી છરીથી કેક ચેક કરવી જો ખીરું પાછું ના આવે તો સમજવું કે થઈ ગઈ છે અને જો જરા પણ છરીપર ચોંટે તો બીજી પાંચથી દસ મિનિટ ધીમા તાપે થવા દેવું હવે કેક 25થી 30 મિનિટમાં થઈ જાય એટલે તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો ઠંડી થઈ જાય એટલે તેને એક પ્લેટમાં અનમોલ્ડ કરી લેવુ

  7. 7

    હવે ગાર્નિશીંગ માટે ની ત્યાં સુધીમાં આપણે સામગ્રી રેડી કરી લઈએ તેના માટે એક ચમચી ચોકલેટ પાઉડર બે ચમચી દળેલી સાકર નાખી ૩થી ૪ ચમચી દૂધ નાખી ધીમા તાપે ગરમ કરી ચોકલેટ સોસ રેડી કરી લેવો બેથી ત્રણ મિનિટ માં ચોકલેટ સોસ તૈયાર થઈ જશે હવે કે ઠંડી થાય એટલે તેના ઉપર છરી વડે આ ચોકલેટ સોસ લગાવી દેવો હવે તેના ઉપર એક ડેરી મિલ્ક ચોકલેટને બારીક ખમણીને ભભરાવી દેવી અને બે hidenseek બિસ્કીટ ના ટુકડા કરી કે ઉપર ડેકોરેટ કરવામાં લગાવી દેવા

  8. 8

    તો તૈયાર છે આપણી બ્લેક ફોરેસ્ટ કેક વિથ ઓરીયો બિસ્કીટ આ ચોકલેટ કેક નાના-મોટા સૌને ભાવે છે અને એક ફાયદો એ છે કે આમાં કોઇ જ પ્રકારની સાકર ઘી બટર ઉમેરવામાં આવ્યા નથી જેથી ડાયેટ કોન્શિયસ અને હેલ્થ કોન્સિયસ કે ડાયાબિટીસ પેશન્ટ ને પણ આ કેક ઇસીલી આપી શકાય છેઅને જો ડાયાબિટીસ પેશન્ટ મે આકે કાપતી હોય તો ચોકલેટ સૌસથી ગાર્નીશિંગ ના કરો તો પણ ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipa Vasani
પર

Similar Recipes