શાહી આલુ (Shahi Aloo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ /૪૫ મિનિટ
૪/૫ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂન તેલ
  2. ૨૦ ગ્રામ આદુ
  3. ૫ લાલ કાશ્મીરી મરચા
  4. ૧૦ નંગ લસણ ૩ તજ ૩ લવિંગ ૧/૪ ટી સ્પૂન ધાણા ૧ ટી સ્પૂન ધાણા જીરું
  5. ૧૦૦ ગ્રામ ડુંગળી ની પેસ્ટ
  6. ૨ટી સ્પૂન ગરમ મસાલો,૧ ટી સ્પૂન ધાણા જીરું, ૧ ટી સ્પૂન હળદર
  7. ૫૦ ગ્રામ બટર,૧૦૦ ગ્રામ કાજુ, મગજતરી ના બી,ખસખસ ની પેસ્ટ,
  8. ૧૦૦ ગ્રામ કેચપ, રેડ કલર સ્વાદ મુજબ મીઠું,
  9. ૨૦૦ ગ્રામ નાનીબટકી, તેલ, કસુરીમેથી, ક્રીમ,
  10. ૨ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ /૪૫ મિનિટ
  1. 1

    નાની બટેકા છોલીને કાંટા થી કાનાં પાડી ૧/૨ કલાક મીઠા હળદર પાણીમાં રાખવી.પછી ગરમ તેલ માં તળી નાખો.

  2. 2

    ૨ ટેબલ સ્પૂન તેલ મૂકી તેમાં આદું, મરચા, લસણ, તજ, લવિંગ, ધાણા ની પેસ્ટ નાખી ૫ મિનિટ સાંતળવું.

  3. 3

    પછી ડુંગળી ની પેસ્ટ નાખી ૨ મિનિટ સાંતળવું. બાકીનો મસાલો મિક્સ કરવો. બ્રાઉન થવા દેવું.

  4. 4

    તેમાં ૫૦ ગ્રામ બટર નાખી કાજુ, ખસખસ, મગસ્તરી ના બી ની પેસ્ટ નાખી ટામેટા કેચઅપ અને જરૂરી પાણી નાખી ૧૦ મિનિટ થવા દેવું.કલર ન આવે તો થોડો રેડ કલર નાખવો.આ રીતે રેડ ગ્રેવી તૈયાર.

  5. 5

    રેડ ગ્રેવી માં તળેલી બટેકી, કસૂરી મેથી તથા જરૂરી પાણી નાખી ૧૦ મિનિટ ગરમ કરવું. તેની ઉપર કોથમીર અને ક્રીમ ભભરાવી સર્વ કરો.

  6. 6

    કાજુ, મગસ તરી ના બી અને ખસખસ ને ૨ કલાક પાણીમાં પલાળીને પેસ્ટ સારી થાય છે.

  7. 7

    લાલ કાશ્મીરી મરચા થોડાક પાણીમાં ૧/૨ કલાક પલાળવા. પછી વાટવા. તેનાથી લાલ કલર સારો આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Kansara
Pinal Kansara @cook_13425194
પર

ટિપ્પણીઓ

Similar Recipes