ચણા મસાલા કરી (chana masala curry recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_22 #સુપરશેફ1 #week1 #શાક_કરી.....

આપણે છોલે તો બનાવી એ ... પણ આ રીતે મસાલા કરી બનાવશો તો ખુબજ સરસ બને છે અને હોમમેડ મસાલા ની સોડમ પણ ખુબ જ સરસ આવે છે...

ચણા મસાલા કરી (chana masala curry recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ_22 #સુપરશેફ1 #week1 #શાક_કરી.....

આપણે છોલે તો બનાવી એ ... પણ આ રીતે મસાલા કરી બનાવશો તો ખુબજ સરસ બને છે અને હોમમેડ મસાલા ની સોડમ પણ ખુબ જ સરસ આવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 લોકો
  1. કુકર માટે:-
  2. 1 કપકાબુલી ચણા
  3. પલાળવા માટે પાણી
  4. 1/4 ચમચીબેકીંગ સોડા (ઓપ્શનલ)
  5. 3/4 ચમચીમીઠું
  6. 3 કપપાણી
  7. મસાલા માટે:-
  8. 1/4 કપઆખા ધાણા
  9. 1/4 કપજીરું
  10. 2 ચમચીમરી
  11. 1 ચમચીલવીંગ
  12. 2 નંગમોટી ઇલાયચી
  13. 2ઇચ તજ નો ટુકડો
  14. 1 નંગજાવીત્રી
  15. 1 ચમચીવરીયાળી
  16. 1 ચમચીકાળું જીરું
  17. 10 નંગસુકા લાલ મરચા
  18. 2 મોટી ચમચીકસુરી મેથી
  19. 1 ચમચીહળદર
  20. ગ્રેવી માટે:-
  21. 2 મોટી ચમચીઘી કે બટર
  22. 3 નંગનાની ઇલાયચી
  23. 1 નંગતમાલપતુ
  24. 1 ચમચીજીરું
  25. 1 કપઝીણી સમારેલી ડુંગળી
  26. 1લીલું મરચું સમારેલુ
  27. 1 ચમચીઆદુ અને લસણ ની પેસ્ટ
  28. 1/2 ચમચીમીઠું
  29. 2 કપટામેટાં ની પ્યુરી
  30. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચણા 7-8 કલાક પલાળી રાખો પછી નીતારી ને કુકર માં પાણી,મીઠું બેકીંગ સોડા ઉમેરી 5-6 વ્હીસલ કરો. કુકર ઠંડું પડવા દો.

  2. 2

    મસાલા ની બધી જ સામગ્રી ભેગી કરી (ડ્રાય રોસ્ટ) સરસ સાતળી લો.. ફકત હળદર, અને કસુરી મેથી ન સાતળવી બધું સરસ સતળાઇ જાય એટલે ઠરવા દો. મીક્સી મા કસુરી મેથી, હળદર અન શેકેલો મસાલો ઉમેરી એકદમ સરસ પીસી લો. તમારે જેટલો તીખો મસાલો બનાવવો હોય એટલા સુકા લાલ મરચા ઉમેરો. આ મસાલો એરટાઇટ ડબ્બા મા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

  3. 3

    આ શાક ઘી માં સરસ બને છે. કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં ઇલાયચી, સુકું લાલ મરચું, તમાલપતુ, ઉમેરી સાતળી લો. લીલું મરચું, આદુ લસણ ની પેસ્ટ, ડુંગળી ઉમેરી સાતળી લો... બનાવેલા મસાલા માંથી 2 ચમચી મસાલો ઉમેરી સરસ મીક્સ કરી લો.જરૂર મુજબ મીઠું ઉમેરી દો.

  4. 4

    બધું બરાબર સતળાઇ જાય એટલે ટામેટાં ની પેસ્ટ ઉમેરી મીક્સ કરો અને ઘી છુટે એટલે બાફેલા ચણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી 10 મીનીટ સુધી પાકવા દો.

  5. 5

    ગરમાગરમ ચણા ગ્રેવી મસાલા કોથમીર થી સજાવીને રોટલી પરાઠા, પૂરી કે ચાવલ સાથે પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes